Bamboo Salt: દુનિયાનું સૌથી મોંઘું મીઠું, 7500 રુપિયાનું માત્ર 250 ગ્રામ, જાણો શું છે ખાસ આ મીઠામાં
Bamboo Salt: આજે તમને દુનિયાના સૌથી મોંઘા મીઠા વિશે જણાવીએ. આ મીઠાની કિંમત હજારોમાં હોય છે. આજે તમને જણાવીએ આ મીઠું આટલું મોંઘું શા માટે હોય છે અને તે ક્યાં મળે છે..
Trending Photos
Bamboo Salt: મીઠા વિના જીવન શક્ય નથી. મીઠા વિના કોઈપણ વસ્તુમાં સ્વાદ આવતો નથી. રસોઈમાં મીઠું સૌથી વધુ જરૂરી હોય છે. મીઠાની કિંમત અલગ અલગ દેશોમાં અલગ અલગ હોય છે. મીઠું સામાન્ય રીતે સસ્તું હોય છે. પરંતુ દુનિયામાં એક એવું મીઠું પણ છે જે સૌથી મોંઘુ છે. આ મીઠાની કિંમત હજારો રૂપિયામાં હોય છે.
ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે મીઠું મોંઘુ હતું. ત્યાર પછી ભારતમાં હવે મીઠું ખૂબ જ સસ્તુ મળે છે. પરંતુ દુનિયાના કેટલાક દેશ એવા છે જ્યાં મીઠું ખૂબ કીમતી ગણાય છે. ખાસ પ્રકારનું મીઠું પણ અહીં મળે છે જેનો ભાવ 250 ગ્રામના 7500 રૂપિયા જેટલો હોય છે. જે મીઠાની અહીં વાત થઈ રહી છે તેની કોરિયાઈ નમક અથવા તો બામ્બુ સોલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મીઠું ખાસ વસ્તુઓથી બને છે તેથી તે ખૂબ જ મોંઘુ હોય છે. આ મીઠું કોરિયાઈ વાંસમાં બનાવવામાં આવે છે.
કોરિયાઈ બામ્બુ સોલ્ટની કિંમત 250 ગ્રામના 100 અમેરિકા ડોલર એટલે કે 7500 હોય છે. આ કિંમત જાણીને તમને પણ પ્રશ્ન થશે કે આ મીઠામાં એવું ખાસ શું હોય છે કે તેનો ભાવ દુનિયામાં સૌથી વધુ હોય છે. તમને જણાવી દઈએ કે આ મીઠું ખાસ અને જટિલ પ્રક્રિયાથી બનાવવામાં આવે છે.
પ્રાચીન સમયથી જ કોરિયાના લોકો ભોજન બનાવવાથી લઈને પારંપરિક દવામાં વાંસના મીઠાનો ઉપયોગ કરે છે. આ મીઠું બનાવવા માટે વાંસની અંદર સામાન્ય સમુદ્રી મીઠું ઉમેરીને તેને ઊંચા તાપમાન પર શેકવામાં આવે છે. ત્યાર પછી તેમાંથી જે મીઠું તૈયાર થાય છે તેને બામ્બુ સોલ્ટ કહેવાય છે આ મીઠાને બનવામાં સૌથી વધારે સમય લાગે છે.
આ મીઠું બનાવવા માટે સામાન્ય મીઠાને વાંસના સિલિન્ડરમાં ભરીને રાખવામાં આવે છે અને તેને શેકવાની પ્રક્રિયામાં 50 દિવસનો સમય લાગે છે. વાંસના સિલિન્ડરને ઊંચા તાપમાન પર ગરમ કરવામાં આવે છે જેના કારણે વાંસના બધા જ ગુણ મીઠામાં ભળી જાય છે. આ મીઠું તૈયાર કરવા માટે ઓછામાં ઓછી નવ વખત વાંસને 800 ડિગ્રી સેલ્સિયસ પર શેકવામાં આવે છે. આ પ્રક્રિયા પછી મીઠાનો રંગ અને મીઠાના ખનીજ બદલી જાય છે.
બામ્બુ સોલ્ટના ફાયદા
માનવામાં આવે છે કે બામ્બુ સોલ્ટ સામાન્ય સમુદ્રી મીઠાની સરખામણીમાં વધારે આયરન, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ખનીજ ધરાવે છે. આ ખનીજ પાચન અને મૌખિક સ્વાસ્થ્ય સહિત અલગ અલગ રીતે શરીરને ફાયદો કરે છે. વર્ષોથી આ મીઠાનો ઉપયોગ કોરિયાઈ ચિકિત્સા પદ્ધતિમાં પણ કરવામાં આવે છે.
બાબુ સોલ્ટ સાંધાના દુખાવા અને ગળાની તકલીફ જેવી સ્થિતિમાં ફાયદો કરે છે. તેનાથી શરીરના સોજા અને દુખાવા પણ દૂર થઈ શકે છે. આ મીઠું મોઢાના ચાંદા અને પેઢાના સોજાને પણ દૂર કરવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે