મોદીની આજે ડોડામાં રેલી પહેલા કઠુઆ-કિશ્તવાડ, બારામૂલ્લામાં એન્કાઉન્ટર, 2 આતંકીઓ ઠાર, 2 જવાન પણ શહીદ

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડથી મોટા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આતંકીઓ સાથે અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા છે. આતંકવાદીઓ સાથે અથડામણમાં ભારતીય સેનાના બે અન્ય જવાન ઘાયલ પણ થયા છે. જેઓ સારવાર હેઠળ છે. 

મોદીની આજે ડોડામાં રેલી પહેલા કઠુઆ-કિશ્તવાડ, બારામૂલ્લામાં એન્કાઉન્ટર, 2 આતંકીઓ ઠાર, 2 જવાન પણ શહીદ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે આજે પીએમ મોદીની ડોડામાં રેલી છે. તેમની રેલીના ગણતરીના કલાકો પહેલા કઠુઆ અને કિશ્તેવાડમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ. આતંકવાદીઓનો એક એક કરીને ખાતમો થઈ રહ્યો છે. 

આ બધા વચ્ચે કઠુઆમાં 2 આતંકીઓ ઠાર થયા. જ્યારે કિશ્તવાડમાં 2 જવાન શહીદ થઈ ગયા. સેનાના અધિકારીઓના જણાવ્યાં મુજબ ઘાયલ જવાનોની હાલત સ્થિર છે. સારવાર હેઠળ છે. આતંકીઓ અંગે જાણકારી મળ્યા બાદ 11 રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસની એક સંયુક્ત ટુકડીએ ચટરુ વિસ્તારના પિંગનાર દુગડ્ડા વન વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવ્યું હતું. 

નગરોટા સ્થિત વ્હાઈટ નાઈટ કોર્પ્સે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે જમ્મુ કાશ્મીરના કિશ્તવાડથી આતંકીઓ સાથે અથડામણાં બે જવાન શહીદ થયા છે. ફાયરિંગ વચ્ચે ઓપરેશન ચાલુ છે. 

બે આતંકીઓ ઠાર
રાઈઝિંગ સ્ટાર કોરના જવાનોએ ખંડારા કઠુઆમાં ચાલી રહેલા ઓપરેશનમાં બે આતંકીઓને ઠાર કર્યા. આતંક વિરુદ્ધ સેનાનું સતત ઓપરેશન ચાલુ છે. બારામુલ્લામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ છે. પોલીસ, સેના અને સીઆરપીએફની જોઈન્ટ ટીમે ક્રીરીમાં ઘેરાબંધી અને સર્ચ અભિયાન શરૂ કર્યું છે. 

વોટિંગ પહેલા દહેશત ફેલાવવાની કોશિશ
જમ્મુ કાશ્મીરમાં આ અથડામણ એવા સમયે થઈ છે કે જ્યારે બધી રાજકીય પાર્ટીઓ હાલ વિધાનસભા ચૂંટણીને કારણે પ્રચારમાં વ્યસ્ત છે. રાજ્યમાં 18 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે. ત્રણ તબક્કામાં મતદાન માટે નામાંકન પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news