Jammu Kashmir: આતંકીઓની કાયરતાપૂર્ણ હરકત, કુલગામમાં શિક્ષિકાને ગોળીથી વીંધી નાખી
સુરક્ષાદળોના અભિયાનોથી નાસીપાસ થયેલા આતંકીઓ હવે કાયરતાપૂર્ણ હરકતો કરીને નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. આતંકીઓએ કુલગામમાં એક શિક્ષિકાની ગોળી મારીને હત્યા કરી નાખી. મૃતક શિક્ષિકા સાંબાની રહીશ હતી.
Trending Photos
Jammu Kashmir: સુરક્ષાદળોના અભિયાનોથી નાસીપાસ થયેલા આતંકીઓ હવે કાયરતાપૂર્ણ હરકતો કરીને નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. આતંકીઓએ કુલગામમાં એક શિક્ષિકાની ગોળી મારીને હત્યા કરી નાખી. શિક્ષિકાની ઓળખ રજની તરીકે થઈ છે. તેમના પતિનું નામ રાજકુમાર છે. અને તેઓ જમ્મુના સાંબા જિલ્લાના હતા.
મળતી માહિતી મુજબ આ ઘટના કુલગામના ગોપાલપોરામાં ઘટી. જ્યાં હાઈ સ્કૂલની શિક્ષિકા પર આતંકીઓએ ફાયરિંગ કર્યું. ઘાયલ મહિલાને તરત હોસ્પિટલ લઈ જવાઈ. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરીને સર્ચ અભિયાન શરૂ કરી દીધુ છે.
કાશ્મીર પોલીસે આ ઘટનાની જાણકારી આપી. પોલીસનું કહેવું છે કે હુમલામાં સામેલ આતંકીઓની જલદી ઓળખ કરી નાખવામાં આવશે અને તેમને તેની સજા અપાશે. અત્રે જણાવવાનું કે કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગનો સિલસિલો થમતો જોવા મળતો નથી. આ અગાઉ તાજેતરમાં જ આતંકીઓએ બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની તહસીલ પરિસરમાં ઘૂસીને હત્યા કરી હતી.
#KulgamTerrorIncidentUpdate: Injured lady teacher, a #Hindu & resident of Samba (Jammu division) #succumbed to her injuries. #Terrorists involved in this #gruesome #terror crime will be soon identified & neutralised.@JmuKmrPolice https://t.co/8rZR3dMmLY
— Kashmir Zone Police (@KashmirPolice) May 31, 2022
આતંકીઓની ગોળીનો ભોગ બનનારા રાહુલ પંડિત સરકારી કર્મચારી હતા. ત્યારબાદ આતંકીઓએ પોલીસકર્મી રિયાઝ અહેમદ ઠાકોરની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઉપરાંત 25મી મેના રોજ બડગામના હિશરૂ વિસ્તારમાં ટીવી અભિનેત્રી અમરીન ભટ્ટની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સુરક્ષાદળો હાલ જમ્મુ અને કાશ્મીરમાં આકરા પાણીએ છે. તેમણે આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં પણ તેજી લાવી છે. એક અઠવાડિયામાં 16 આતંકીઓને ઠાર કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે