જૈશ એ મોહમ્મદે કાશ્મીરમાં જેહાદની ધમકી આપી, કલમ 370 હટાવાતા વિરોધ પ્રદર્શન કર્યું
આર્ટિકલ 370 હટાવ્યાં બાદ પાકિસ્તાન એક બાજુ જ્યાં કાશ્મીર પર પોતાનો જૂનો રાગ આલાપી રહ્યું છે ત્યાં હતાશ થયેલા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે ભારતને ધમકીઓ પર ધમકી આપવાનું ચાલુ કરી દીધુ છે.
Trending Photos
નવી દિલ્હી: આર્ટિકલ 370 હટાવ્યાં બાદ પાકિસ્તાન એક બાજુ જ્યાં કાશ્મીર પર પોતાનો જૂનો રાગ આલાપી રહ્યું છે ત્યાં હતાશ થયેલા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે ભારતને ધમકીઓ પર ધમકી આપવાનું ચાલુ કરી દીધુ છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)ના મુઝફ્ફરાબાદમાં આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કરતા દેખાવો કર્યાં અને કાશ્મીરમાં જેહાદની ધમકી આપી. આ વિરોધ પ્રદર્શનમાં કહેવાયું કે આર્ટિકલ 370 અને 35એ હટાવ્યાં બાદ જે પાકિસ્તાને કર્યું તે તેણે બહુ પહેલા કરવા જેવું હતું. અમે હતાશ થઈશું નહીં. હિન્દુસ્તાન સાથે બાથમબાથ થઈ જાય. હવે નારા, જીંદાબાદ, મુર્દાબાદથી કશું વળશે નહીં. શબ્દોની સરખામણીએ એક્શન વધુ મહત્વ ધરાવે છે. અમે બધા તૈયાર છીએ.
હકીકતમાં કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય પટલ પર જોર શોરથી ઉઠવવા છતાં મહત્વ ન મળતા પાકિસ્તાન ધૂંધવાયું છે. એટલે સુધી કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને 15મી ઓગસ્ટના રોજ ભારતના સ્વાતંત્ર્ય દિવસને કાળો દિવસ ઉજવવાની વાત કરી અને કાશ્મીર રાગ આલાપતા દુનિયાને આ મુદ્દે અવગણના બદલ ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી દીધી.
જુઓ LIVE TV
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કાશ્મીર મુદ્દે અવગણનાથી મુસ્લિમ દેશોમાં કટ્ટરતા વધશે. તેમણે કહ્યું કે શું દુનિયા મૂંગી રહીને કાશ્મીર પર મુસ્લિમો પર થતા અત્યાચાર જોતી રહેશે? તેમણે દુનિયાને ચેતવણીના સ્વરમાં કહ્યું કે જો આ રીતે અત્યાચાર થતા રહેશે તો તેના ગંભીર પરિણઆમો આવશે અને મુસ્લિમ જગતમાં તેની પ્રતિક્રિયા સ્વરૂપ કટ્ટરતા અને હિંસા વધશે.
કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન એ હદે ધૂંધવાયું છે કે તેના રાષ્ટ્રપતિએ પણ ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ જેહાદની ધમકી આપી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ 14 ઓગસ્ટના રોજ કહ્યું કે ભારતે સિમલા કરાર તોડ્યો છે. હવે તેના વિરુદ્ધ જેહાદ થઈ શકે છે. આ સાથે જ તેણે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરીઓની મદદ કરવાનું ચાલુ રાખશે. અમે ભારતના નિર્ણય વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે