અસંભવઃ મુશ્કેલ જ નહીં અશક્ય છે ક્રિકેટની દુનિયાના આ 10 વર્લ્ડ રેકોર્ડ્સને તોડવા!

ક્રિકેટની દુનિયામાં આવા 10 વર્લ્ડ રેકોર્ડ છે, જેને તોડવું અસંભવ છે. ક્રિકેટના ઈતિહાસમાં ઘણા એવા મહાન બેટ્સમેન અને બોલર રહ્યા છે, જેમણે પોતાના જાદુથી આ રમતની મજા બમણી કરી દીધી. આ મહાન બેટર અને બોલરોએ એવા મોટા વિશ્વ રેકોર્ડ બનાવ્યા, જેને તોડવાનું સપનું જ જોવામાં આવે છે.
 

અસંભવઃ મુશ્કેલ જ નહીં અશક્ય છે ક્રિકેટની દુનિયાના આ 10 વર્લ્ડ રેકોર્ડ્સને તોડવા!

Sports News: ક્રિકેટની દુનિયામાં એવા 10 વર્લ્ડ રેકોર્ડ છે, જેને તોડવા અસંભવ છે. ક્રિકેટના ઈતિહાસમાં એવા ઘણા મહાન બેટર અને બોલર આવ્યા, જેણે પોતાના કમાલથી આ રમતની મજા બમણી કરી દીધી. આ મહાન બેટરો અને બોલરોએ એવા મોટા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા, જેને તોડવા અત્યારે તો માત્ર સપના સમાન લાગે છે. આવો એક નજર કરીએ ક્રિકેટની દુનિયાના 10 એવા વર્લ્ડ રેકોર્ડ વિશે, જેને તોડવા લગભગ અસંભવ છે. 

1. ક્રિકેટમાં 61761 રન
ઈંગ્લેન્ડના મહાન બેટર સર જૈક હોબ્સે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ 61740 રન બનાવ્યા છે. સર જૈક હોબ્સના આ વર્લ્ડ રેકોર્ડને તોડવો અસંભવ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં હોબ્સએ 199 સદી અને 273 અડધી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ દરમિયાન તેમની એવરેજ 50.70ની રહી. સર જૈક હોબ્સએ 1 જાન્યુઆરી 1908ના ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. સર જૈક હોબ્સએ ટેસ્ટ ક્રિકેટમાં 61 મેચમાં 5410 રન બનાવ્યા હતા. જેમાં 15 સદી અને 28 અડધી સદી ફટકારી હતી. 

2. બ્રેડમેનની 99.94ની એવરેજ
ક્રિકેટ ઈતિહાસના સૌથી મહાન બેટર ઓસ્ટ્રેલિયાના ડોનાલ્ડ બ્રેડમેન (Don Bradman)એ પોતાના જીવનમાં માત્ર 52 ટેસ્ટ મેચ રમી. પરંતુ તેમની બેટિંગને દુનિયા આજે પણ યાદ કરે છે. ક્રિકેટ જગતમાં તેમના જેવા શાનદાર બેટર હજુ સુધી જોવા મળ્યા નથી. ડોન બ્રેડમેને પોતાના ટેસ્ટ કરિયરમાં 6996 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમની બેટિંગ એવરેજ 99.94 ની રહી છે, જે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ છે. આ રેકોર્ડનો તોડવો વર્તમાનમાં કોઈ બેટર માટે સંભવ નથી. એટલું જ નહીં ટેસ્ટ ક્રિકેટમાં 12 બેવડી સદી પણ બ્રેડમેનના નામે છે. આ સિવાય તેમના નામે એક ટીમ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ છે. તેમણે ઈંગ્લેન્ડ સામે 5028 રન બનાવ્યા હતા. 

3. મુરલીધરનની સૌથી વધુ વિકેટ
શ્રીલંકાના દિગ્ગજ ઓફ સ્પિનર ​​મુથૈયા મુરલીધરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 1347 વિકેટ લીધી છે. કોઈપણ બોલર માટે આ વર્લ્ડ રેકોર્ડ તોડવો અશક્ય છે. મુથૈયા મુરલીધરને પોતાની કારકિર્દીમાં 133 ટેસ્ટ, 350 ODI અને 12 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને આ તમામમાં કુલ 1347 વિકેટ લીધી છે. ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ છે. મુથૈયા મુરલીધરને ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ પોતાના નામે કરી લીધી છે. કોઈપણ ખેલાડી માટે પોતાના વર્લ્ડ રેકોર્ડની નજીક પણ આવવું શક્ય નથી.

4. વનડેમાં સચિનના 18426 રન
સચિન તેંડુલકરે તેની 22 વર્ષની 91 દિવસની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 463 ODI મેચોની 452 ઇનિંગ્સમાં 44.83ની શ્રેષ્ઠ સરેરાશથી 18426 રન બનાવ્યા છે. સચિન તેંડુલકરે આ સમયગાળા દરમિયાન 49 સદી અને 96 અડધી સદી ફટકારી છે. સચિન તેંડુલકરનો ODI ઇન્ટરનેશનલ કરિયરનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 200 રન છે. આજના યુગમાં, જ્યારે ઘણી ઓછી સંખ્યામાં ODI આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ રહી છે, ત્યારે સચિન તેંડુલકરના 18426 ODI રનના વર્લ્ડ રેકોર્ડને તોડવો લગભગ અશક્ય છે.

5. નાઇચ વોચમેને ફટકારી બેવડી સદી
ટેસ્ટ ક્રિકેટમાં એક નાઇટ વોચમેન ત્યારે બેટિંગ કરવા આવે છે જ્યારે બેટિંગ ટીમ દિવસ ખતમ થવાની નજીક સ્થિતિ જોતા મેન બેટરની વિકેટ બચાવવા ઈચ્છતી હોય, પરંતુ એક નાઇટ વોચમેન એવો પણ હતો, જે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારી ચૂક્યો છે. વર્ષ 2006માં બાંગ્લાદેશ વિરુદ્ધ ચટગાંવમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીએ નાઇટ વોચમેન તરીકે અણનમ 201 રન ફટકાર્યા હતા.

6. રોહિત શર્માની 264 રનની ઈનિંગ
રોહિત શર્માએ વનડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટા વ્યક્તિગત સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ બનાવેલો છે. રોહિત શર્માએ વર્ષ 2014માં શ્રીલંકા સામે વનડે મેચમાં ઔતિહાસિક 264 રનની ઈનિંગ રમી હતી. આજ સુધી આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. આ વર્લ્ડ રેકોર્ડ એવો છે, જેને લગભગ આવનાર સમયમાં વિશ્વનો કોઈ બેટર તોડી શકે.

7. IPL માં ગેલની 175 રનની ઈનિંગ
વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટર ક્રિસ ગેલે વર્ષ 2013માં આઈપીએલમાં પુણે વોરિયર્સ ઈન્ડિયા વિરુદ્ધ 175 રનની ઈનિંગ રમી હતી. ક્રિસ ગેલે 66 બોલમાં અણનમ 175 રન ફટકાર્યા હતા. આઈપીએલનો આ વર્લ્ડ રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. આવનારા સમયમાં પણ તેના તૂટવાની સંભાવના ખુબ ઓછી છે.

8. વનડે ક્રિકેટમાં સદી ફટકાર્યા વગર સૌથી વધુ રન
પાકિસ્તાનના પૂર્વ બેટર મિસ્બાહ ઉલ હકના નામે વનડે ક્રિકેટમાં કોઈ સદી ફટકાર્યા વગર સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ છે. મિસ્હાબે પોતાના વનડે કરિયરમાં કોઈ સદી ફટકાર્યા વગર 162 મેચમાં 43.41ની એવરેજથી 5122 રન બનાવ્યા છે. આ દુર્લભ રેકોર્ડને તોડવા અસંભવ છે.

9. એક ટેસ્ટમાં 19 વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ
એક જ ટેસ્ટ મેચમાં 19 વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ ઈંગ્લેન્ડના મહાન બોલર જિમ લેકરના નામે છે. 68 વર્ષથી વિશ્વનો કોઈ બોલર આ વર્લ્ડ રેકોર્ડ તોડી શક્યો નથી અને કદાચ ભવિષ્યમાં પણ કોઈ બોલર માટે આવું કરવું અશક્ય બની જશે.

10. ODI મેચમાં 8 વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ
શ્રીલંકાના ભૂતપૂર્વ બોલર ચામિંડા વાસે વર્ષ 2001માં એક ODI મેચમાં 8 વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 23 વર્ષથી દુનિયાનો કોઈ બોલર ચામિંડા વાસનો આ વર્લ્ડ રેકોર્ડ તોડી શક્યો નથી. કદાચ ભવિષ્યમાં પણ કોઈ બોલર માટે આવું કરવું અશક્ય બની જશે. ચામિંડા વાસે તે મેચમાં 19 રન આપીને 8 વિકેટ લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news