શું કોઈ સંક્રમણ વગર પણ થઈ શકે છે મ્યુકોરમાઇકોસિસ? જાણો દરેક સવાલના જવાબ

નિષ્ણાંતોએ કહ્યું કે, સ્વસ્થ લોકોએ ડરવાની જરૂર નથી પરંતુ જેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેને વધુ ખતરો છે. ડોક્ટર ગુલેરિયા પ્રમાણે કોરોના દર્દીઓમાં બ્લેક ફંગસના કેસ વધવાનું કારણ તેના લિમ્ફોસાઇટ્સમાં ઘટાડો થવો છે. 
 

શું કોઈ સંક્રમણ વગર પણ થઈ શકે છે મ્યુકોરમાઇકોસિસ? જાણો દરેક સવાલના જવાબ

નવી દિલ્હીઃ કોરોના મહામારી  (Coronavirus) વચ્ચે બ્લેક ફંગસ (Black Fungus) એ ચિંતા વધારી દીધી છે. બ્લેક ફંગસની દવાઓની કમી પૂરી ન થઈ તો વ્હાઇટ અને યેલો ફંગસ પણ સામે આવી ગઈ છે. લોકોની વચ્ચે સામાન્ય ધારણા છે કે કોરોના સંક્રમણ બાદ બ્લેક ફંગસ થાય છે, જ્યારે ઘણા એવા કેસ સામે આવ્યા જેમાં દર્દીને કોરોના ન થયો પણ બ્લેક ફંગસના શિકાર બની ગયા. 

શું કહે છે નિષ્ણાંતો
આ સવાલનો જવાબ જાણવા માટે નિષ્ણાંતોની વાત પર ધ્યાન આપવુ પડશે. એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા પણ કરી ચુક્યા છે કે આ ફંગલ ઇન્ફેક્શન છે. તે પહેલાથી હતું, હવા અને માટીમાં રહે છે. જેની ઇમ્યુનિટી વીક છે તેના પર તે આક્રમણ કરે છે. જેનું બ્લડ શુગર હાઈ છે, તેને વધુ ખતરો છે. 

આ બીમારીઓમાં રહે છે ખતરો
નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલનું કહેવુ છે કે આ ઇન્ફેક્શન કોરોના પહેલા હાજર હતું. મેડિકલ સ્ટડીમાં આ વિશે પહેલા ભણાવવામાં આવી રહ્યું છે. ડોક્ટર પોલે જણાવ્યુ કે, બ્લડ શુગર લેવલ જો 700-800 પહોંચી જાય છે તો તે સ્થિતિને મેડિકલ ભાષામાં ડાયબિટિક કીટોએસિડોસિસ (Diabetic ketoacidosis) કહેવામાં આવે છે. તેમાં બ્લેક ફંગસનો એટેક બાળકો અને મોટા બન્ને પર થાય છે. નિમોનિયા જેવી બીમારીઓમાં પણ આ ખતરો હોય છે. આમ કોરોના પણ એક કારણ છે કે જેમાં મ્યુકોરમાઇકોસિસ થઈ શકે છે. 

કોરોના દર્દીઓને આ કારણે થઈ રહી છે બ્લેક ફંગસ
નિષ્ણાંતોનું કહેવું છે કે સ્વસ્થ લોકોને પરેશાન થવાની જરૂર નથી પરંતુ જેની ઇમ્યુન સિસ્ટમ નબળી છે તેને વધુ ખતરો છે. ડોક્ટર ગુલેરિયા પ્રમાણે કોરોનાના દર્દીઓમાં બ્લેક ફંગસના કેસનું કારણ તેની લિમ્ફોસાઇટ્સનું ઘટવુ છે. લિમ્ફોસાઇટ્સ આપણા શરીરમાં આવનાર બેક્ટેરિયી, વાયરસ અને પેરાસાઇડ્સને ખતમ કરે છે. લિમ્ફોસાઇટ્સ ઘટવાને કારણે વાયરલ ઇન્ફેક્શન, ન્યૂટ્રીશનની કમી, કીમોથેરેપી, કોર્ટિકોસ્ટેરોયડ્સનો ઉપયોગ અને સ્ટ્રેસ હોઈ શકે છે. 

આ રીતે કરો બચાવ
લિમ્ફોસાઇડ્સ વધારવા માટે યોગ્ય માત્રામાં પ્રોટીનનું સેવન જરૂરી છે. ભોજનમાં બીન્સ, દાળ, ઇંડાનો સફેદ ભાગ, કોટેજ ચીઝ, માછલીને સામેલ કરી શકો છો. તળેલી વસ્તુઓ ખાવી નહીં. ભોજનમાં સોયાબીન ઓઇલ વગેરેનો સામેલ કરો. પાલક, ગાજર, શક્કરિયુ, લસણ, ગ્રીન ટી, લીંબુ, મોસંબી, સંતરા, કેરી, પીનટ બટર લો. પરંતુ આ કોઈ સપ્લીમેન્ટ પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો. 

કલરથી ન ડરો
આઈસીએમઆરના મહામારી વિજ્ઞાન અને સંક્રામક રોગ વિભાગના હેડ. ડો. સમીરન પાંડાએ કહ્યુ કે, બ્લેક, ગ્રીન કે યલો ફંગસ જેવા નામનો ઉપયોગ કરવાથી લોકો વચ્ચે ડર પેદા થાય છે. સામાન્ય લોકોને કહીશ કે ફંગસના કલરથી ડરો નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news