દિલ્હીમાં શરૂ થઇ દેશની પ્રથમ પ્લાઝ્મા બેંક, જાણો કોણ કરી શકે છે ડોનેટ

કોરોના વાયરસ (Coronavirus) જેવી મહામારીનો સામનો કરવા માટે રાજધાની દિલ્હીમાં પ્લાઝ્મા બેંક (Plasma Bank)ની શરૂઆત કરવામાં આવી છે. આ દેશની પ્રથમ પ્લાઝમા બેંક છે.

દિલ્હીમાં શરૂ થઇ દેશની પ્રથમ પ્લાઝ્મા બેંક, જાણો કોણ કરી શકે છે ડોનેટ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) જેવી મહામારીનો સામનો કરવા માટે રાજધાની દિલ્હીમાં પ્લાઝ્મા બેંક (Plasma Bank)ની શરૂઆત કરવામાં આવી છે. આ દેશની પ્રથમ પ્લાઝમા બેંક છે. તમને જણાવી દઇએ કે કોરોનાના દર્દીઓની સારવારમાં પ્લાઝ્મા થેરેપી (Plasma Therapy) ખૂબ કારગત સાબિત થઇ રહી છે. પ્લાઝમા બેંક ખુલતાં કોરોના દર્દીઓની સારવારમા6 ગતિ આવશે. અહીં કોરોનાથી સાજા થઇ ચૂકેલા લોકો પોતાના પ્લાઝ્મા દાન કરી શકે છે. 

દેશના પ્રથમ પ્લાઝ્મા બેંક ILBS હોસ્પિટલમાં શરૂ થઇ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેનું ઉદઘાટન કર્યું. અત્યાર સુધી કોરોનાના દર્દીઓને પ્લાઝ્મા મળવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી હતી પરંતુ હવે આશા છે કે બેંક બની જતાં દર્દીઓને સરળતાથી પ્લાઝ્મા મળી શકે છે. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે દિલ્હીમાં શરૂ થયેલી આ બેંક પ્લાઝ્મા બેંક હજારો લોકોની જીંદગી બચાવી શકે છે. 

આ રીતે ડોનેટ કરી શકે છે પ્લાઝમા
જો તમે પણ પ્લાઝમા ડોનેટ કરવા માંગો છો તો 1031 પર કોલ કરો અથવા 88-000-07722 પર Whatsapp કરો. અમારા ડોક્ટર પરસ્પર વાત કરી તમારી એલિજિબિટી અનુસાર તમારી સાચી સલાહ અને જાણકારી આપશે.  

રજિસ્ટ્રેશન બાદ દિલ્હી સરકાર દ્વારા ફોન જશે, પ્લાઝ્મા ડોનેશનનો ટાઇમ ફિક્સ થઇ જશે. ઘર પર ગાડી મોકલી દેવામાં આવશે. 18 થી 60 વર્ષની ઉંમરના તે લોકો જેમને કોરોનાથી સાજા થયા 14 દિવસ થઇ ગયા છે, જેમનું વજન 50 કિલોથી વધુ છે તે પ્લાઝ્મા આપી શકે છે. 

મહિલાઓને જે ક્યારેય એકવાર પણ પ્રેગ્નેંટ થઇ હોય, તે પ્લાઝ્મા આપી ન શકે. શુગરના દર્દીઓ, હાઇપ્રટેંશનની બિમારી છે અથવા બીપી 140થી વધુ છે, તે પ્લાઝ્મા આપી ન શકે. કેન્સર સર્વાઇવર પ્લાઝ્મા ડોનેટ કરી શકશે નહી. કિડની, હાર્ટની બિમારીથી ગ્રસ્ત લોકો પ્લાઝ્મા આપી શકશે નહી. પ્લાઝ્મા ડોનેટ કરનારને સરકાર દ્વારા ગૌરવ પત્ર આપવામાં આવશે કે તેમણે સમાજ માટે સારું કામ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news