કચ્છ શાખા નહેરના ર૪ કિ.મી.ના બાકી કામ ઝડપથી પૂરા કરવા સીએમનો આદેશ

મુખ્યમંત્રીએ કચ્છમાં નર્મદાના પાણી પહોચાડવાના કામોની વિગતવાર સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.  નાયબ મુખ્યમંત્રી  નિતીનભાઇ પટેલ અને રાજ્યમંત્રી  વાસણભાઇ આહિરની ઉપસ્થિતીમાં આ બેઠક યોજાઇ હતી. 

કચ્છ શાખા નહેરના ર૪ કિ.મી.ના બાકી કામ ઝડપથી પૂરા કરવા સીએમનો આદેશ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ કચ્છને નર્મદાના પાણી પહોચાડતી કચ્છ શાખા નહેરના બાકી રહેલા ર૪ કિ.મી. લંબાઇના કામો અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા તાકીદ કરી છે. 

મુખ્યમંત્રીએ કચ્છમાં નર્મદાના પાણી પહોચાડવાના કામોની વિગતવાર સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. નાયબ મુખ્યમંત્રી  નિતીનભાઇ પટેલ અને રાજ્યમંત્રી  વાસણભાઇ આહિરની ઉપસ્થિતીમાં આ બેઠક યોજાઇ હતી. 

અધિક મુખ્ય સચિવ અને નર્મદા નિગમના વહિવટી સંચાલક ડૉ. રાજીવ કુમાર ગુપ્તાએ પાવર પોઈન્ટ પ્રેઝંટેશન દ્વારા કચ્છમાં નર્મદા યોજનાના નહેર માળખાના કામોની વિગતો રજૂ કરી હતી. કચ્છ શાખા નહેરના 357 કિ.મી. પૈકી 333 કિ.મી. લંબાઈમાં કામો પૂર્ણ થઈ ગયેલ છે અને હાલમાં 231 કિ.મી. સુધી એટલે કે અંજાર તાલુકાના વર્ષામેઢી સુધી પાણીનું વહન થઈ રહ્યું છે. આમ કચ્છ શાખા નહેરના માત્ર 24 કિ.મી. લંબાઈના કામો હવે બાકી રહે છે જે પૈકી 13.2 કિ.મી. લંબાઈમાં જમીન સંપાદનની પ્રક્રિયા પ્રગતિમાં છે, એમ તેમણે જણાવ્યું હતું.  

કચ્છ શાખા નહેરની ત્રણ પેટા શાખા નહેરો પૈકી 57 કિ.મી. લાંબી ગગોધર શાખા નહેરના કામો પૂર્ણ થઈ  ગયેલ છે અને પાણી છેવાડા સુધી વહે છે. 23 કિ.મી. લાંબી વાંઢીયા શાખા નહેરના કામો મહદંશે પૂર્ણ થઈ ગયાં છે અને જે 1 કિ.મી. જેટલા કામો પ્રગતિમાં છે તેમાં જમીન સંપાદન તથા યુટિલીટી ક્રોસિંગના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લા કલેક્ટરને આ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સૂચના આપી હતી. 

જે વિસ્તારમાં કોરોનાના કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ થશેઃ જયંતિ રવિ  

બેઠકમાં જણાવવામાં આવ્યું કે નર્મદાના પૂરના વધારાના પાણી પૈકી કચ્છને ફાળવવામાં આવેલ 1 મિલિયન એકર ફૂટ પાણી માટે નિર્ધારીત કરેલ 8 ઓફટેક પૈકી 7 ઓફટેકના કામો નર્મદા નિગમ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. આમાંના પાંચ ઓફટેક એટલે કે કચ્છ શાખા નહેરની સાંકળ 105 કિ.મી. ઉપર સરાણ માટે, 115 કિ.મી. ઉપર ફતેહગઢ માટે, 134 કિ.મી. ઉપર લાકડાવાંઢ માટે, 149 કિ.મી. ઉપર સુવઈ માટે તથા 214 કિ.મી. ઉપર ટપ્પર માટેના ઓફટેક તૈયાર કરી દેવામાં આવ્યા છે અને ત્યાં સુધી પાણીનું વહન પણ થઈ રહ્યું છે. 

મુખ્યમંત્રીએ કચ્છ શાખા નહેરના બાકી રહેતા 24 કિ.મી. લંબાઈના કામો અગ્રતાના ધોરણે પૂરા કરવા તથા સાથોસાથ 1 મિલિયન એકર ફૂટ પાણીના ઉપયોગ સારૂ તૈયાર થઈ ગયેલ ઓફ્ટેક પોઈંટથી આગળ વહન/સંગ્રહ તથા ઉપયોગ માટે જળસંપત્તિ વિભાગ દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવાની સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ  અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, જળસંપત્તિ વિભાગના સચિવ  જાદવ તથા ખાસ સચિવ  પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news