દેશની એકમાત્ર ટ્રેન જેમાં મુસાફરી માટે કોઈ ભાડું નહીં, 73 વર્ષથી લોકો ફ્રીમાં કરે છે સફર

જો તમે ક્યારેય ટ્રેનમાં મુસાફરી કરી હોય તો તમને ખબર હશે કે અલગ અલગ કેટેગરી પ્રમાણે ભાડું હોય છે. અનેક ટ્રેનો તો એવી છે જેમાં મુસાફરી કરવા માટે તમારે વધુ ભાડું ચૂકવવું પડતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આપણા દેશમાં એક ટ્રેન એવી પણ છે કે જેમાં તમે  ફ્રીમાં મુસાફરી કરી શકો છો. 

દેશની એકમાત્ર ટ્રેન જેમાં મુસાફરી માટે કોઈ ભાડું નહીં, 73 વર્ષથી લોકો ફ્રીમાં કરે છે સફર

Indian Railway: ભારતીય રેલવે એશિયાનું બીજા નંબરનું અને દુનિયાનું ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ દેશમાં કુલ 12,167 પેસેન્જર ટ્રેન છે. આ ઉપરાંત ભારતમાં 7,349 માલગાડીઓ દોડે છે. ભારતીય રેલવેમાં રોજ જેટલા મુસાફરો (2 કરોડ 30 લાખથી વધુ) મુસાફરી કરે છે તે તો ઓસ્ટ્રેલિયાની આખી વસ્તી બરાબર છે. જો તમે ક્યારેય ટ્રેનમાં મુસાફરી કરી હોય તો તમને ખબર હશે કે અલગ અલગ કેટેગરી પ્રમાણે ભાડું હોય છે. અનેક ટ્રેનો તો એવી છે જેમાં મુસાફરી કરવા માટે તમારે વધુ ભાડું ચૂકવવું પડતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આપણા દેશમાં એક ટ્રેન એવી પણ છે કે જેમાં તમે  ફ્રીમાં મુસાફરી કરી શકો છો. 

આ ટ્રેન કરાવે છે મફત મુસાફરી!
અહીં જે ટ્રેનની વાત કરવામાં આવી છે તે છે હિમાચલ પ્રદેશ અને પંજાબની સરહદે દોડતી ટ્રેન. જો તમે ભાખરા નાગલ બંધ જોવા માટે જાઓ તો તમે ફ્રીમાં આ ટ્રેનની મુસાફરીનો લ્હાવો લઈ શકો છો. વાત જાણે એમ છે કે આ ટ્રેન નાગલથી ભાખરા બંધ સુધી દોડે છે. આ ટ્રેનથી 25 ગામના લોકો છેલ્લા લગભગ 73 વર્ષથી મફત મુસાફરી કરે છે. તમને એમ થતું હશે કે આમ કઈ રીતે?

મફત મુસાફરી પાછળ આ છે કારણ
આ ટ્રેનને ભાખરા ડેમની જાણકારી આપવાના હેતુસર દોડાવવામાં આવે છે. જેથી કરીને દેશની ભાવી પેઢી જાણી શકે કે દેશનો સૌથી મોટો ભાખરા ડેમ કેવી રીતે બન્યો હતો. અત્રે જણાવવાનું કે આ ડેમને બનાવવા માટે અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. ભાખરા વ્યાસ મેનેજમેન્ટ બોર્ડ આ ટ્રેનનું સંચાલન કરે છે. આ રેલવે ટ્રેક બનાવા માટે પહાડો તોડીને દુર્ગમ રસ્તો બનાવવામાં આવ્યો હતો. 

આ ટ્રેન છેલ્લા 73 વર્ષથી દોડી રહી છે. પહેલીવાર તેને 1949માં દોડાવવામાં આવી હતી. આ ટ્રેન દ્વારા 25 ગામના 300 જેટલા લોકો રોજ મુસાફરી કરતા હોય છે. ટ્રેન નાગલથી ડેમ સુધી દોડે છે અને દિવસમાં બે વાર દોડે છે. ટ્રેનની ખાસ વાત એ છે કે તેના બધા કોચ લાકડાના બનેલા છે. આ ટ્રેનમાં નવાઈની વાત એ છે કે તમને કોઈ હોકર કે ટીટીઈ જોવા મળશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news