પાકિસ્તાનની 5 ચોકી ઉડાવીને ભારતે આપ્યો સીઝફાયર ઉલ્લંઘનનો જવાબ
ભારતીય સેનાએ સીમાપારથી પાકિસ્તાની ગોળીબારીનો જડબાતોડ જવાબ આપતા જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાની પેલે પાર સ્થિત પાકિસ્તાનની પાંચ ચોકીઓ ધ્વસ્ત કરી છે. આ કાર્યવાહીમાં અનેક પાકિસ્તાની સૈનિક ઘાયલ થયા છે. એક રક્ષા અધિકારીએ આ માહિતી આપી હતી.
Trending Photos
જમ્મુ : ભારતીય સેનાએ સીમાપારથી પાકિસ્તાની ગોળીબારીનો જડબાતોડ જવાબ આપતા જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાની પેલે પાર સ્થિત પાકિસ્તાનની પાંચ ચોકીઓ ધ્વસ્ત કરી છે. આ કાર્યવાહીમાં અનેક પાકિસ્તાની સૈનિક ઘાયલ થયા છે. એક રક્ષા અધિકારીએ આ માહિતી આપી હતી.
એક રક્ષા પીઆરઓએ જણાવ્યું કે, ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી અને આપણા તરફથી કરાયેલી ગોળીબારીમાં પાંચ ચોકીઓને ગંભીર નુકશાન પહોંચ્યું છે. તેમજ રાજૌરી અને પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખાથી અડીને આવેલા વિસ્તારમાં પાકિસ્તાની સેનાના અનેક જવાન ઘાયલ થયા છે.
તેમણે જણાવ્યું કે, સાંજે સાડા છ વાગ્યાની બાદ પાકિસ્તાની સેનાએ હતાશાને કારણે નિયંત્રણ રેખા પર ભારે હથિયારોથી ગોળીબારીને કરીને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.
પાકિસ્તાની સૈનિકોએ ગ્રામીણોનો માનવ કવચના રૂપમાં ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોના ઘરોમાં મોર્ટાર અને મિસાઈલ નાંખતા પણ જોવા મળ્યા હતા.
પીઆરઓએ કહ્યું કે, જોકે, ભારતીય સેનાએ સામાન્ય નાગરિકોના રહેણાંક વિસ્તારથી દૂર પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવ્યા છે. આ કારણે મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા છે. બંને તરફથી ગોળીબારીમાં સેનાના પાંચ સૈનિકોને મામૂલી ઈજા પહોંચી છે. તેમાંથી બે સૈનિકોને સેનાની હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે