ભારતીય વાયુસેનાએ સુખોઈ-30નો પણ કર્યો ઉપયોગ, માત્ર 2 મિનિટમાં થયો વાસ્તવિક હુમલો
આ હવાઇ હુમલાની શરૂઆત વહેલી સવારે 03:45 મિનિટ પર થઇ અને તે સવારે 04:05 વાગ્યા સુધી ચાલી હતી. વાસ્તવિક હુમલાને તો 2 મિનિટથી પણ ઓછા સમયમાં અંજામ આપી દેવામાં આવ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ખૈબર પખ્તુંકવાના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકવાદી પરિક્ષણ શિબિર પર મગંળવારે વહેલી સવારે કરેલા હુમલામાં ના માત્ર 12 મિરાજ-2000 લડાકુ વિમાનનો ઉપોયગ કર્યો આ ઉપરાંત સુખોઈ-30 લડાકુ વિમાનો, હવામાં ઉડાન ભરતા સમયે વિમાનમાં ઈધણ ભરનાર એક ખાસ વિમાન અને બે એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (એડબ્લ્યૂએસીએસ)એ પણ મિરાજની સંપૂર્ણ મદદ કરી હતી. સરકારી સુત્રોએ આ જાણકારી આપી છે.
તેમણે જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ બધા જ અડ્ડાઓને મહત્મ એલર્ટ પર રાખ્યા છે જેથી ઈસ્લામાબાદની તરફથી કોઇ પ્રકારનો વળતો પ્રહાર કરવા પર તેનો સામનો કરી શકે. વર્ષ 1971ના યુદ્ધ બાદ ભારતીય વાયુસેનાએ પહેલી વખત પાકિસ્તાનની અંદર ધૂસી આવી કાર્યવાહી કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર વાયુસેનાએ નિયંત્રણ રેખાની નજીક 80 કિલોમીટર દૂર બાલાકોટમાં જૈશના શિબિર પર હુમલા માટે ઘણા લેઝર નિર્દેશિત બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ બોમ્બમાં પ્રત્યેકનું વજન 1000 કિલોથી વધારે હતું.
આ કાર્યવાહીની શરૂઆત વહેલી સવારે 03:45 મિનિટ પર થઇ અને તે સવારે 04:05 વાગ્યા સુધી ચાલી હતી. વાસ્તવિક હુમલાને તો 2 મિનિટથી પણ ઓછા સમયમાં અંજામ આપી દેવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાના વિમાનોએ અલગ અલગ કેન્દ્રોથી ઉડાન ભરી હતી.
દિલ્હી સ્થિત વાયુસેના મુખ્ય ઓફિસમાં સંપૂર્ણ અભિયાન પર નજર રાખવામાં આવી રહી હતી. વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆ સહિત સૈન્ય દળના ઘણા મોટા અધિકારી તે દરમિયાન હાજર હતા. સુત્રોએ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, રાષ્ટ્રી સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, થલસેના પ્રમુખ જનરલ બિપિન રાવત અને નૌસેના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાને પળેપળની જાણકારી આપવામાં આવી રહી હતી. એક સુત્રએ જણાવ્યું કે, આ એક મોટો હુમલો હતો અને પાકિસ્તાન આ હુમલાને ક્યારે પણ ભૂલી શકશે નહીં. અભિયાન 100 ટકા સફળ રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે