ભારતીય સૈન્યએ ઉજવી દિવાળી: પાક.માં રહેલા અનેક લોન્ચિંગ પેડ્સ ધ્વસ્ત

ભારત દ્વારા હજીરા અને રાવલકોટ સેક્ટરમાં રહેલા લોન્ચિંગ પેડ્સ પર હૂમલો કરીને અનેક આતંકવાદીઓને ઠાર કરાયા

ભારતીય સૈન્યએ ઉજવી દિવાળી: પાક.માં રહેલા અનેક લોન્ચિંગ પેડ્સ ધ્વસ્ત

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલની પાર ભારતીય સેનાએ પાકિસ્તાની સૈન્ય મથકો પર ઘાતક હૂમલો કર્યો છે. આ હૂમલો પુંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાં થયો છે. ભારતીય સેનાના હૂમલામાં પાકિસ્તાનના અનેક સ્થળો ધ્વસ્ત થઇ ગયા છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા આતંકવાદના લોન્ચિંગ પેડ્સને નિશાન બનાવ્યા છે. આ લોન્ચિંગ પેડ્સ હજીરા અને રાવલકોટ વિસ્તારમાં આવેલા છે. ભારતે હૂમલામાં આતંકવાદીઓનાં અનેક લોન્ચિંગ પેડ્સ ધ્વસ્ત કરી દીધા છે. 

સુત્રો અનુસાર ગત્ત અઠવાડીયે પુંછમાં ભારતીય સેનાના બ્રિગેડ હેટક્વાર્ટર પર પાકિસ્તાન હૂમલાનાં જવાબમાં પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સૈન્ય દ્વારા સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી.જેમાં આતંકવાદીઓનાં અનેક મથકો પર સૈન્ય કાર્યવાહી કરવામાં આવી અને અનેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. હાલમાં જ સૈન્ય વડા દ્વારા વધારે એક સર્જીકલ સ્ટ્રાઇકની હિંટ આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદ બંધ કરે જો સીધી રીતે નહી માને તો ભારત પાસે અન્ય અનેક રસ્તાઓ પણ છે. 

— ANI (@ANI) October 29, 2018

3 આતંકવાદીઓ પકડાયા
બીજી તરફ જમ્મુ કાશ્મીર પોલીસે ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસ અને આ આતંકવાદીઓ વચ્ચે બારામૂલા રોડ પર ગોળીબાર થયો હતો, ત્યાર બાદ પોલીસે આ ત્રણેય આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસે હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યા છે. 

VIDEO: भारतीय सेना की सीमा पर बड़ी कार्रवाई, पाकिस्तानी चौकियों और आतंकी लॉन्च पैड को किया तबाह

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news