કાશ્મીરમાં હિંદૂ રાજાના પતન સાથે જ હિંદૂ-શીખ અસુરક્ષીત થઇ ગયા: યોગી
યોગી આદિત્યનાથે કહ્યુ કે, ગુરૂનાનક દેવથી ગુરૂ ગોવિંદ સિંહ સુધીનો ઇતિહાસ સુવર્ણઇતિહાસ છે
Trending Photos
લખનઉ : સીએમ યોગી આદિત્યનાથે લખનઉમાં આયોજીત એક શિખ સમાગમ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે પોતાના ઇતિહાસને ન ભુલવું જોઇએ. આ અંગે તેમણે કહ્યું કે, જ્યા સુધી કાશ્મીરમાં હિંદુ રાજા હતા ત્યા સુધી હિંદુ અને શિખ સુરક્ષીત હતા. જ્યારે હિંદુ રાજાઓનું પતન થયું, હિંદુઓનું પણ પતન થવાનું ચાલુ થઇ ગયું. આજ ત્યાંની શું સ્થિતી થઇ ગઇ છે તે છુપી નથી. શું ત્યારે કોઇ પોતાની જાતને સુરક્ષીત કહી શકતું હતું ? નહી, આપણે ઇતિહાસમાંથી ઘણુ શીખવું જોઇએ.
યોગીએ આગળ જણાવ્યું કે, ગુરૂનાનક દેવ મહારાજનાં 550 વર્ષ પુરા થવાના કાર્યક્રમ આગામી થોડ દિવસોમાં ચાલુ થવાનો છે. યોગીએ કહ્યું કે, ગુરૂનાનક દેવથી ગુરૂ ગોવિંદ સિંહ સુધીનો ઇતિહાસ સુવર્ણમય રહ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુરૂતેગ બહાદુરસિંહે બલિદાન આપીને કાશ્મીરની રક્ષા કરી, પરંતુ આ દેશ સ્વતંત્ર ભારતમાં કાશ્મીર ન બચાવી શક્યો. ગુરૂતેગ બહાદુર સિંહે પોતાનાં દેશ અને ધર્મની રક્ષા કરવા માટે પોતાના સંતાનોને ન્યોછાવર કરી દીધા.
યોગીએ કહ્યું કે, શીખ સમુદાયના લોકો પોતાનાં દેશ અને ધર્મની રક્ષા માટે હંમેશા બલિદાન માટે તૈયાર રહે છે. તેમણે ગુરૂગોવિંદ સિંહની શક્તિ અને સાધનાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, સનાતન ધર્મ અનુસાર પોતાનાં પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ હોવો જોઇએ. હાલમાં જે લોકો હિંદુ અને શિખની વચ્ચે કોઇ પ્રકારનો ભેદભાવનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ ગુરૂપરંપરાનું અપમાન કરી રહ્યા છે. ગુરૂદ્વારા મુદ્દે તેમણે કહ્યું કે, દરેક ધર્મના લોકો ત્યાં હંમેશા સેવા માટે પહોંચે છે. ત્યાં તમામને એક સમાન અધિકાર છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી ઉપરાંત ઉપમુખ્યમંત્રી દિનેશ શર્મા, કેશવ પ્રસાદ મોર્ય, ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેય, સંગઠન મહામંત્રી સુનીલ બંસલ અને મંત્રી બલદેવ સિંહ અલખ પણ હાજર રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે