'કુછ કુછ હોતા હૈ 2'માં જોવા મળશે રણબીર, રણવીર, દીપિકા અને આલિયા ?

હાલમાં 'કુછ કુછ હોતા હૈ'એ રિલીઝના 20 વર્ષ પુરા કર્યા છે

'કુછ કુછ હોતા હૈ 2'માં જોવા મળશે રણબીર, રણવીર, દીપિકા અને આલિયા ?

નવી દિલ્હી : બોલિવૂડમાં દરેક એક્ટરની ઇચ્છા કેટલીક ખાસ ફિલ્મોમાં કામ કરવાની હોયછે. આવી જ એક ફિલ્મ છે 'કુછ કુછ હોતા હૈ'. આ ફિલ્મ પોતાની સ્ટોરી, મ્યુઝિક અને સુપરહિટ ડાયલોગ્સ માટે જાણીતી છે. કરણ જોહરની શાહરૂખ ખાન, કાજોલ, રાની મુખરજી અને સલમાન ખાન સ્ટારર 'કુછ કુછ હોતા હૈ'એ હાલમાં 20 વર્ષ પુરા કર્યા છે. હવે રણવીરે ઇચ્છા વ્યક્ત કર છે કે કરણ જોહર બહુ જલ્દી 'કુછ કુછ હોતા હૈ 2' બનાવે અને એમાં તેની સાથે તેની પત્ની અને એક્સ બોયફ્રેન્ડને પણ કામ કરવાની તક આપે. 

'કોફી વિથ કરણ 6'માં કરણે જ્યારે રણવીરને સવાલ કર્યો કે તે આવનારા સમયમાં કોની સાથે કામ કરવા માગે છે, આલિયા ભટ્ટ કે દીપિકા પાદુકોણ ? આ સવાલનો જવાબ આપતા રણવીરે કહ્યું કે બંને સાથે અને સ્પષ્ટતા કરી કે તે બહુ જલ્દી 'કુછ કુછ હોતા હૈ 2' બનાવે અને એમાં તેને લીડ રોલ આપે અને સલમાનનો રોલ રણબીર કપૂરને આપી દે. આ વાત સાંભળીને કરણ પણ હસી પડ્યો. નોંધનીય છે કે રણવીરની થનારી પત્ની દીપિકાનો એક્સ બોયફ્રેન્ડ રણબીર છે અને રણબીરની હાલની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ છે. 

રણવીરની ઇચ્છા સાંભળીને કરણે આખી વાત ટાળી દીધી. જોકે હાલમાં કરણે એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરી હતી કે 'કુછ કુછ હોતા હૈ 2' બનાવવાનું વિચારી પણ ન શકે કારણ કે હવે તે આ ફિલ્મ બનાવવાનું વિચારી પણ ન શકે. આ ફિલ્મ બની ત્યારે કરણની વય 26 વર્ષ હતી. એ સમયે આ પ્રકારની વાર્તા પર ફિલ્મ બનાવવાનું તેના માટે સરળ હતું પણ હવે નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news