#IndiaKaDNA: સારણ બેઠક લાલૂ પરિવારની છે, બહારનો વ્યક્તિ RJDથી ઉભો થશે તો તેની સામે હું લડીશ- તેજપ્રતાપ

‘#IndiaKaDNA’માં લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને આરજેડી નેતા તેજપ્રતાપ યાદવે કહ્યું કે સારણ બેઠક શરૂઆતથી લાલૂ પરિવારની રહી છે, તે બહારના કોઇ વ્યક્તિની બેઠક નથી.

#IndiaKaDNA: સારણ બેઠક લાલૂ પરિવારની છે, બહારનો વ્યક્તિ RJDથી ઉભો થશે તો તેની સામે હું લડીશ- તેજપ્રતાપ

નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી પહેલા Zee News ના મંચ પર રાજનીતિના મહાસંવાદ ‘#IndiaKaDNA’માં લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને આરજેડી નેતા તેજપ્રતાપ યાદવે કહ્યું કે સારણ બેઠક શરૂઆતથી લાલૂ પરિવારની રહી છે, તે બહારના કોઇ વ્યક્તિની બેઠક નથી. જો ત્યાં આરજેડીનો કાર્યકર્તા પણ ઉભો રહ્યો, તો તેની સામે હું લડીશ. તેમણે કહ્યું કે, જે જનતા ઇચ્છે છે, હું તે જ કામ કરીશ. શરૂઆતથી જ મારૂ આ સ્ટેન્ડ રહ્યું છે. હું જનતાને સાથ આપવાનું કામ કરીશ.

વધુમાં વાંચો: #IndiaKaDNA: બે તૃતીયાંશ બહુમતની સાથે ફરી અમારી સરકાર બનશે- પીયૂષ ગોયલ

તેજપ્રતાપે કહ્યું કે પાર્ટી અને તજસ્વીની આસપાસ જે લોકો છે, તે બધા જાણે છે કોણ ભાઇ-ભાઇને લડાવી રહ્યું છે અને લાલૂ પરીવારમાં ફૂટ નાખવાનું કામ કરી રહ્યું છે. તેજસ્વી એવા લોકોથી સચેત રહે. ભાઇની સામે ચૂંટણી મેદાન પર ઉભા રહેવાના સવાલ પર તેમણે કહ્યું કે શરૂથી અમે તેજસ્વીને નાનો ભાઇ ગણ્યો, તેને અર્જૂન પણ કહ્યો છે. અમે ઇચ્છીએ છે કે તે મુખ્યમંત્રી બને.

તેમણે કહ્યું કે પાર્ટીમાં આરજેડીમાં મહેનતી અને આરજેડીને જે ઉંચાઇઓ પર લઇ જવા કામ કરી રહેલા કાર્યકર્તાઓને અમે ઉમેદવાર જાહરે કરવાનું કામ કર્યું છે. અમે અમારા લોકો માટે સ્ટેન્ડ લેવાનું કામ કર્યું છે.

વધુમાં વાંચો: #IndiaKaDNA: નિરહુઆએ કહ્યું- ‘સમગ્ર દેશ ફરીથી મોદી સરકાર ઇચ્છે છે’

તેમણે વધુમાં કહ્યું કે, મેં લાલૂ-રાબડી મોરચો બનાવ્યો છે. હું સંપૂર્ણ બિહારમાં 20 બેઠકો પર ફરવાનું કામ કરીશ. હું વિખરાયેલા કાર્યકર્તાઓને ફરી એકવાર પાર્ટીમાં જોડવાનું કામ કરીશ. અમે નક્કી કરી લીધુ છે કે, 20 બેઠકો જ્યાંથી સ્વતંત્ર ઉમેદવાર ઉભા થયા છે, એવા લોકો માટે હું પોતાની વાત રાખીશ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news