મનુ સાહની બન્યા આઈસીસીના નવા સીઈઓ, રિચર્ડસનનું લેશે સ્થાન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ મનુ સાહનીને સોમવારે પોતાના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) નિયુક્ત કર્યાં છે. સાહનીએ તત્કાલ પ્રભાવથી પૂર્વ સીઈઓ ડેવિડ રિચર્ડસનની જગ્યા લીધી છે.

મનુ સાહની બન્યા આઈસીસીના નવા સીઈઓ, રિચર્ડસનનું લેશે સ્થાન

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ મનુ સાહનીને સોમવારે પોતાના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) નિયુક્ત કર્યાં છે. સાહનીએ તત્કાલ પ્રભાવથી પૂર્વ સીઈઓ ડેવિડ રિચર્ડસનની જગ્યા લીધી છે. પરંતુ રિચર્ડસન આ વર્ષે જુલાઈમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનારા વિશ્વકપ સુધી આઈસીસી સાથે જોડાયેલા રહેશે. 

આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું કે, સાહની છેલ્લા છ સપ્તાહથી રિચર્ડસનની સાથે કામ કરી રહ્યાં હતા, જેથી તે સરળતાથી પોતાનો પદભાર સંભાળવામાં સફળ થઈ શકે. સાહનીએ આ તકે કહ્યું, મને ડેવિડનો વારસો મારા હાથમાં લેવા પર ખુશી થઈ રહી છે. જેણે છેલ્લા સાત વર્ષોમાં આ રમતને આટલી મજબૂતીથી આગળ વધારી છે. 

— ICC (@ICC) April 1, 2019

તેમણે કહ્યું, 'મને તે જણાવતા ખુશી થઈ રહી છે કે, તે ક્રિકેટ વિશ્વકપ-2019ના આયોજન સુધી પોતાનું નેતૃત્વ ચાલું રાખશે અને ક્રિકેટના સૌથી મોટા ઉત્સવના સફળ આયોજનને નક્કી કરવા માટે તેમનાથી વધુ સારો કોઈ વ્યક્તિ નહીં હોય.' સાહનીએ કહ્યું, હું આવનારી તકથી ઉત્સાહિત છું અને હું અમારા સભ્યો, ભાગીદારો તથા કર્મચારીઓની સાથે રમતને વૈશ્વિક સ્તર પર આગળ વધારવાના ઉદ્દેશ્યથી કામ કરવા માટે તૈયાર છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news