Corona Update: 24 કલાકમાં કોરોનાના નવા 80 હજારથી વધુ કેસ, આટલા લોકોએ જીવ ગુમાવ્યા

કોરોના (Coronavirus) ની બીજી લહેર હવે કાબૂમાં જોવા મળી રહી છે. આજે તો મોતના આંકડામાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 80 હજાર કેસ નોંધાયા છે.

Corona Update: 24 કલાકમાં કોરોનાના નવા 80 હજારથી વધુ કેસ, આટલા લોકોએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી: કોરોના (Coronavirus) ની બીજી લહેર હવે કાબૂમાં જોવા મળી રહી છે. આજે તો મોતના આંકડામાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 80 હજાર કેસ નોંધાયા છે જ્યારે 3303 લોકોના મોત થયા છે. 

એક દિવસમાં કોરોનાના 80 હજાર કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 80,834 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 2,94,39,989 થયો છે. એક દિવસમાં 1,32,062 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મળી. અત્યાર સુધીમાં 2,80,43,446  દર્દીઓ રિકવર થયા છે. મોતના આંકડામાં પણ આજે ઘટાડો જોવા મળ્યો. તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 3303 લોકોના કોરોનાના કારણે જીવ ગયા. કુલ મૃત્યુઆંક 3,70,384 પર પહોંચ્યો છે. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 25,31,95,048 લોકોનું રસીકરણ થયું છે. 

Total cases: 2,94,39,989
Total discharges: 2,80,43,446
Death toll: 3,70,384
Active cases: 10,26,159

Total vaccination: 25,31,95,048 pic.twitter.com/SFoVHtjgeK

— ANI (@ANI) June 13, 2021

અત્રે જણાવવાનું કે ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં એક દિવસમાં 84,332 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 4000 જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. દેશમાં હવે રિકવરી રેટ 95 ટકાથી વધુ થઈ ગયો છે. જ્યારે એક્ટિવ કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના કુલ એક્ટિવ કેસોના મામલે દુનિયામાં ભારત બીજા સ્થાને છે. કુલ સંક્રમિતોના મામલે ભારત દુનિયામાં બીજા નંબરે છે અને મોત મામલે દુનિયામાં અમેરિકા, બ્રાઝિલ બાદ ભારત ત્રીજા ક્રમે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news