લોકગાયિકા ગીતા રબારીને ઘરેબેઠાં વેક્સીન અપાતા વિવાદ, આરોગ્ય કર્મચારીને નોટીસ
કચ્છ (Kutch)ની કોયલ તરીકે દેશ વિદેશમાં જાણિતી બનેલી માઘાપર (Madhapar) ની લોક ગાયિકાને પોતાના ઘરે જઇને આરોગ્યકર્મી દ્વારા વેક્સીન (Vaccine) આપવામાં આવતા વિવાદનો મધપૂડો છેડાયો છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર, ભૂજ: કચ્છ (Kutch)ની કોયલ તરીકે દેશ વિદેશમાં જાણિતી બનેલી માઘાપર (Madhapar) ની લોક ગાયિકાને પોતાના ઘરે જઇને આરોગ્યકર્મી દ્વારા વેક્સીન (Vaccine) આપવામાં આવતા વિવાદનો મધપૂડો છેડાયો છે. લોકડાઉન (Lockdown) દરમિયાન પણ સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરી રાજ્યભરમાં ડાયરાઓની અને ખાનગી કાર્યક્રમોની રંગત જમાવનાર ગીતા રબારી (Geeta Rabari) વધુ એક વિવાદમાં સપડાઇ છે.
ગીતા રબારી (Geeta Rabari) એ શનિવારે પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ (Facebook Page) પર શેર કર્યું હતું કે તેમણે પોતાના ઘરે કોરોનાની વેક્સીન (Vaccine) લીધી છે. અને તેના ફોટા (Photo) પણ અપલોડ કર્યા હતા. ફોટામાં કોઇ સેન્ટર પર વેક્સીન લેવાના બદલે વૈભવી ઘરમાં વેક્સીન લેવાના દ્વશ્યો જોઇ વિવાદ સર્જાયો હતો.
જોકે કલાકો સુધી માહિતી ન મેળવી શકનાર તંત્રએ બાદ આરોગ્ય કર્મચારીને નોટીસ (Notice) ફટકારી ખુલાસો માંગ્યો છે. ઘરે વેક્સીન લેવાનું ધ્યાને આવતા ફરજ પરના જવાબદાર વ્યક્તિનો આ અંગે ખુલાસા નોટીસ પણ મોકલવામાં આવી છે. માધાપર (Madhapar) ના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને આજે એટલે કે રવિવાર બપોરે 12 વાગ્યા સુધી ખુલાસો રજૂ કરવાનો છે.
પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે કર્મચારી સામે પગલાં લઇ સંતોષ માની લે છે કે પછી ગીતા રબારી (Geeta Rabari) સામે પણ કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે વેક્સીન (Vaccine) માટે ઓનલાઇન (Online) રજીસ્ટ્રેશન કરાવવામાં હજુ પણ તકલીફ પડે છે. નજીકના વેક્સિનેશન સેન્ટરમાં સ્લોટ ઉપલબ્ધ મળતા નથી. જેના કારણે લોકોએ મુસાફરી કરીને દૂરના સેન્ટર પર જવું પડે છે. ત્યારે સેલિબ્રિટીઓને ઘરેબેઠા વેક્સીનની સુવિધા આપવામાં આવતી હોવાનો કિસ્સો સામે આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે