Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 56 હજારથી વધુ કેસ, 904 લોકોના મૃત્યુ

દેશમાં કોરોના વાયરસ (Corona virus) થી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 56,282 નવા કેસ સામે આવ્યાં છે.  જેની સાથે હવે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 19,64,536 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 40,699 થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 904 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં 1328336 દર્દીઓ સાજા થઈ ગયા છે જ્યારે  5,95,501 દર્દીઓ સારવાર હેઠળ છે. રાહતની વાત એ છે કે રિકવરી રેટમાં સતત સુધારો ચાલુ છે. હવે તે વધીને 67.61% થયો છે. 
Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 56 હજારથી વધુ કેસ, 904 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona virus) થી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 56,282 નવા કેસ સામે આવ્યાં છે.  જેની સાથે હવે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 19,64,536 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 40,699 થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 904 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં 1328336 દર્દીઓ સાજા થઈ ગયા છે જ્યારે  5,95,501 દર્દીઓ સારવાર હેઠળ છે. રાહતની વાત એ છે કે રિકવરી રેટમાં સતત સુધારો ચાલુ છે. હવે તે વધીને 67.61% થયો છે. 

ગુજરાતમાં કોરોનાના કેસ 66 હજારને પાર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1073 કેસ સામે આવ્યાં છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 66 હજારને પાર ગઈ છે. રાજ્યમાં હવે મૃતકોની સંખ્યા 2,557 થઈ છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 66,777 થયો છે. રાજ્યમાં સૌથી વધુ નવા કેસ સુરતમાં સામે આવ્યાં છે. જિલ્લામાં કુલ કેસ હવે 14,902 થયા છે. અમદાવાદમાં કુલ કેસની સંખ્યા 27,283 થઈ છે. 

કર્ણાટકમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં 2804 લોકોના મોત
કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 100 લોકોના મોત થવાની સાથે જ મૃત્યુઆંક વધીને 2804 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1.50 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5619 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 1848 તો એકલા બેંગ્લુરુના છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news