શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતનું ભાજપ કનેક્શન નીકળ્યું, પિતા કોંગ્રેસ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે

મોડી રાત્રે આગકાંડમાં 8 કોરોના દર્દીના મોતા બાદ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) ને સંપૂર્ણ ખાલી કરી સીલ મારી દેવાયું છે. તો સાથે જ શ્રેય હોસ્પિટલના આગકાંડ (Ahmedabad Hospital Fire) બાદ હોસ્પિટલના સંચાલક અને મેનેજરની અટકાયત કરવામા આવી હતી. હોસ્પિટલના 4 પૈકી એક સંચાલક ભરત મહંત (Bharat Mahant) ને પૂછપરછ માટે લઈ જવાયા છે. હોસ્પિટલના મેનેજરની પણ પૂછપરછ કરાઈ છે. ત્યારે હોસ્પિટલના સંચાલક ભરત સંચાલક વિશે મોટી માહિતી સામે આવી છે, કે તેઓ ભાજપના નેતા છે. તેમજ કોંગ્રેસ સાથે પણ તેમના પરિવારનો જૂનો નાતો રહ્યો છે.
શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતનું ભાજપ કનેક્શન નીકળ્યું, પિતા કોંગ્રેસ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે

હિતલ પારેખ/ગાંધીનગર :મોડી રાત્રે આગકાંડમાં 8 કોરોના દર્દીના મોતા બાદ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) ને સંપૂર્ણ ખાલી કરી સીલ મારી દેવાયું છે. તો સાથે જ શ્રેય હોસ્પિટલના આગકાંડ (Ahmedabad Hospital Fire) બાદ હોસ્પિટલના સંચાલક અને મેનેજરની અટકાયત કરવામા આવી હતી. હોસ્પિટલના 4 પૈકી એક સંચાલક ભરત મહંત (Bharat Mahant) ને પૂછપરછ માટે લઈ જવાયા છે. હોસ્પિટલના મેનેજરની પણ પૂછપરછ કરાઈ છે. ત્યારે હોસ્પિટલના સંચાલક ભરત સંચાલક વિશે મોટી માહિતી સામે આવી છે, કે તેઓ ભાજપના નેતા છે. તેમજ કોંગ્રેસ સાથે પણ તેમના પરિવારનો જૂનો નાતો રહ્યો છે.

ભરત મહંત ગત વર્ષે ભાજપમાં જોડાયા

આગમાં કોરોનાના 8 દર્દીઓ જીવતાં ભૂંજાયા હતા. આગના સમગ્ર પ્રકરણમાં હોસ્પિટલની બેદરકારી હોવાનું સામે આવ્યું છે. ત્યારે 4 ટ્રસ્ટીઓ પૈકીના એક ભરત મહંતને પોલીસે પૂછપરછ માટે લઈ ગઈ છે. આગકાંડ બાદ શ્રેય હોસ્પિટલ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હોસ્પિટલ પાસે ફાયરનું NOC પણ ન હતું. દર્દીઓના સ્વજનો ફાયર સેફ્ટી વિશે સવાલો કરી રહ્યાં છે. ત્યારે સૌથી મોટી બાબત એ છે કે, હોસ્પિટલના સંચાલક ભરત મહંત એક સમયે કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર હતા અને કુતિયાણામાં 2002માં કોંગ્રેસે ટિકિટ આપી હતી. પરંતુ 2019માં તેઓ ભાજપમાં જોડાયા હતા. ગત વર્ષે જુનાગઢમાં 40 લોકો એકસાથે ભાજપમાં જોડાયા હતા, જેમાં ભરત મહંત પણ સામેલ હતા. મૂળ જામનગરના ભરત મહંત હાલ ગાંધીનગરમાં રહે છે. 

ભરત મહંતનો પરિવાર રાજકીય ઈતિહાસ ધરાવે છે. તેમના પિતા વિજય દાસ મહંત કોંગ્રેસમાં કેબિનેટ કક્ષાના મંત્રી રહી ચૂક્યા હતા. એટલુ જ નહિ, તેમના પિતા ચાર વર્ષ માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહ્યા હતા. તેમજ માધવસિંહ સોલંકીની સરકારમાં વિજયદાસ મહંત શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમનો પુત્ર ભરત મહંત એપ્રિલ 2019 માં ભાજપમાં જોડાયો હતો.

પરિવાર ગાંધીનગરમાં વસવાટ કરે છે 

આઠ લોકોના દર્દના મૃત્યુની બનેલી ઘટનામાં હોસ્પિટલના સંચાલક ભરત મહંત ગાંધીનગરમાં સેક્ટર 8 માં રહે છે. તેમનો પરિવાર અત્યારે ઘરમાં હાજર નથી. તેમના પિતા શિક્ષણ મંત્રી હતા, ત્યારે તેઓને ગાંધીનગરમાં પ્લોટ મળ્યો હતો. હાલ મહંત પરિવારનું અહી નિવાસ સ્થાન છે. 330 મીટર પ્લોટ ઉપર આલિશાન મકાન ઊભું કરવામાં આવ્યું છે. ભરત મહંતના પિતા વિજયદાસ મહંત રાજ્ય સરકારમાં મંત્રી હતા, ત્યારે તેમને આ પ્લોટ મળ્યો હતો. શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંત વિજયદાસ મહંતનો દીકરો છે. સંપૂર્ણ રાજકીય બેગ્રાઉન્ડ ધરાવતું હોસ્પિટલનું સંચાલક મંડળ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news