Corona Update: દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 4 લાખને પાર, એક દિવસમાં આટલા નવા કેસ, જાણો લેટેસ્ટ અપડેટ
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 853 લોકોના જીવ લીધા.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 46 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 853 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે બહાર પડેલા આંકડા મુજબ 48,786 નવા કેસ નોંધાયા હતા અને 1005 લોકોના એક દિવસમાં કોરોનાથી મૃત્યુ થયા હતા.
નવા કેસમાં સામાન્ય ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 46,617 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,04,58,251 પર પહોંચી ગયો છે. દેશમાં હાલ 5,09,637 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 59,384 દર્દીઓએ કોરોનાને માત આપી. અત્યાર સુધીમાં કુલ 2,95,48,302 દર્દીઓ કોરોનાને પછાડવામાં સફળ થયા છે.
Active cases constitute 1.67% of total cases. Recovery Rate increases to 97.01%. Weekly Positivity Rate currently at 2.57%. Daily positivity rate at 2.48%, less than 5% for 25 consecutive days. Testing capacity ramped up – 41.42 cr tests total conducted: Union Health Ministry
— ANI (@ANI) July 2, 2021
મૃત્યુમાં પણ થયો ઘટાડો
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 853 લોકોના જીવ લીધા. આ સાથે હવે કુલ મૃત્યુઆંક 4,00,312 થયો છે. દેશમાં રસીકરણમાં પણ ઝડપ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રસીના 34,00,76,232 ડોઝ આપવામાં આવ્યા છે.
રિકવરી રેટ 97 ટકા થયો
દેશમાં કોરોનાથી રિકવરી રેટ વધીને 97.01 ટકા થયો છે. જ્યારે વિકલી પોઝિટિવિટી રેટ હાલ 2.57 ટકા છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 2.48 ટકા છે. સતત 25 દિવસથી તે 5ટકાથી ઓછો નોંધાય છે.
41,42,51,520 samples tested for #COVID19 up to 1st July 2021. Of these, 18,80,026 samples were tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/J9J7lTdK0e
— ANI (@ANI) July 2, 2021
એક દિવસમાં 18 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી કુલ 18,80,026 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ કોરોના ટેસ્ટનો આંકડો હવે 41,42,51,520 પર પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે