J&K: રાજપોરામાં આતંકી અથડામણ, 4 આતંકીઓને સુરક્ષાદળોએ ઘેર્યા, એક જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના પુલવામા (Pulwama) માં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગઈ કાલ મોડી રાતથી શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલુ છે.

J&K: રાજપોરામાં આતંકી અથડામણ, 4 આતંકીઓને સુરક્ષાદળોએ ઘેર્યા, એક જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પુલવામા (Pulwama) માં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગઈ કાલ મોડી રાતથી શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલુ છે.  પુલવામા જિલ્લાના રાજપોરાના હંજનબાલા વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઘેર્યા હોવાની શક્યતા છે. 

અથડામણમાં એક જવાન શહીદ
કાશ્મીર ઝોનના પોલીસ અધિકારીઓના જણાવ્યાં મુજબ આ અથડામણમાં ક્રોસ ફાયરિંગ દરમિયાન એક જવાન શહીદ થયો છે. કહેવાય છે કે અથડામણ સમયે જવાનને ગોળી વાગી હતી. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તે જવાનનું મૃત્યુ થયું. 

સર્ચ અભિયાન બાદ શરૂ થઈ અથડામણ
જમ્મુ અને કાશ્મીર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની સૂચના મળતા ગુરુવારે મોડી રાતે સુરક્ષાદળોએ પુલવામા જિલ્લાના રાજપોરા વિસ્તારના હંજનબાલામાં ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરૂ કર્યું. ત્યારબાદ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો. 

— ANI (@ANI) July 2, 2021

પારિમપોરા અથડામણમાં માર્યા ગયા હતા આતંકીઓ
અત્રે જણાવવાનું કે 3 દિવસ પહેલા જ જમ્મુ અને કાશ્મીરના પારિમપોરા વિસ્તારમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. જેમાંથી એક લશ્કર એ તૈયબાનો કમાન્ડર નદીમ અબરાર હતો અને બીજો આતંકી પાકિસ્તાની નાગરિક હતો. જમ્મુ અને કાશ્મીરના આઈજી વિજયકુમારે જણાવ્યું હતું કે અબરાર સુરક્ષાદળના અનેક જવાનો અને નાગરિકોની હત્યા મામલે વોન્ટેડ હતો. તેની સાથે માર્યા ગયેલા પાકિસ્તાની આતંકીની ઓળખ થઈ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news