નાયબ મુખ્યમંત્રી કરશે ભાવનગરની મુલાકાત, આરોગ્ય ક્ષેત્રે નવી સુવિધાઓ ઉમેરવા ચર્ચા કરશે
Trending Photos
- નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ભાવનગરના આરોગ્ય ક્ષેત્રે થઈ રહેલી કામગીરી અને ભવિષ્યમાં થવા સંભવિત કામગીરીની સમીક્ષા કરશે, તેમજ બાદમાં અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક પણ કરશે
નવનીત દલવાડી/ભાવનગર :રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ભાવનગર આવતીકાલે 3 જુલાઈએ ભાવનગરની અડધા દિવસની ખાસ મુલાકાત લેશે. આ મુલાકાત દરમ્યાન સર ટી હોસ્પિટલ, લેપ્રસી હોસ્પિટલનુ નિરીક્ષણ કરશે. સર ટી માં આવેલ કેન્સર હોસ્પિટલ અને નવી બનવા જઈ રહેલ મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલના સ્થળની પણ મુલાકાત લેશે. ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરી ચર્ચા કરશે.
શહેરની સરકારી હોસ્પિટલોની ખાસ મુલાકાત
આરોગ્ય મંત્રી નીતિન પટેલ કોઈ ઉદ્ઘાટન કોઈ લોકાર્પણ માટે નહિ, પણ ભાવનગરના વિવિધ આરોગ્ય અને માર્ગ મકાન લક્ષી પ્રશ્નોને લઈને ભાવનગર આવવાના છે. ભાવનગર માટે નાયબ મુખ્યમંત્રી અડધો દિવસ ફાળવશે. ભાવનગરમાં વિશેષ શું શું કરી શકાય તેના માટે સર ટી હોસ્પિટલ, રુવાપરી ખાતેની લેપ્રેસી હોસ્પિટલની મુલાકાત લેશે. તેમજ વિવિધ વિભાગના સ્ટાફ સાથે મિટિંગ કરશે અને હકારાત્મક રીતે વધુ સારું શુ થઈ શકે તેમાટે ખાસ ચર્ચા કરશે.
જેમાં કેન્સર હોસ્પિટલ ઝડપથી કાર્યરત થાય અને લેપ્રેસી ખાતે નવી સુવિધા ઉભી કરવા ચર્ચા કરશે. સર ટી હોસ્પિટલમાં આકાર પામવા જઈ રહેલ નવી મધર & ચાઈલ્ડ હોસ્પિટલ બનાવવા મજૂરી મળી છે. તેની ઝડપથી કામગીરી હાથ ધરાય તેમજ પસંદ કરેલા સ્થળની પણ ખાસ મુલાકાત લેશે.
આમ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ભાવનગરના આરોગ્ય ક્ષેત્રે થઈ રહેલી કામગીરી અને ભવિષ્યમાં થવા સંભવિત કામગીરીની સમીક્ષા કરશે, તેમજ બાદમાં અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક પણ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે