ભારતના તાઈવાન સાથે ત્રણ દાયકા જૂના સંબંધ, છતાં કેમ નથી ડિપ્લોમેટિક રિલેશન? ખાસ જાણો
ભારત સરકારે ડિસેમ્બર 2021માં સંસદમાં જણાવ્યું હતું કે તાઈવાન સાથે કેવા સંબંધો છે. 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા, તેમણે પોતાના શપથગ્રહણ સમારોહમાં તિબ્બતી પ્રશાસનના અધ્યક્ષ લોબસંગ સાંગે સાથે તાઈવાનના રાજદૂત ચુંગ-ક્વાંગ ટીએનને પોતાના શપથગ્રહણમાં આમંત્રણ આપ્યું હતું. વન ચાઈના પોલીસીનું પાલન કરતા પણ ભારતે રાજનયિક કાર્યો માટે તાઈપેમાં એક ઓફિસ બનાવી છે.
Trending Photos
અમેરિકાની સંસદના નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્ઝ) ના સ્પીકર નેન્સી પેલોસી મંગળવારે તાઈવાન પહોંચ્યા. તેમના આ પ્રવાસને લઈને સમગ્ર વિશ્વમાં ખળભળાટ છે. ચીન ખુબ ભડકેલું છે. એવું કહેવાય છે કે પેલોસીના આ પ્રવાસને લઈને અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ખુબ વધી શકે છે. બીજી બાજુ ભારત પણ આ મામલે પોતાની રીતે નજર રાખી રહ્યું છે. હજુ સુધી જો કે ભારત તરફથી આ મામલે કોઈ નિવેદન આવ્યું નથી.
ભારતે અત્યાર સુધી તાઈવાન સાથે ઔપચારિક રાજનયિક સંબંધ બનાવ્યા નથી. કારણ કે તે ચીની વન ચાઈના પોલીસીનું સમર્થન કરે છે. જો કે ડિસેમ્બર 2010માં તત્કાલિન ચીની પ્રધાનમંત્રી વેન જિયાબાઓના ભારત પ્રવાસ દરમિયાન ભારતે સંયુક્ત નિવેદનમાં ચીનની વન ચાઈના પોલીસીના સમર્થનનો ઉલ્લેખ કર્યો નહતો.
શું છે ભારતની તાઈવાન પર નીતિ?
ભારત સરકારે ડિસેમ્બર 2021માં સંસદમાં જણાવ્યું હતું કે તાઈવાન સાથે કેવા સંબંધો છે. રાજ્યસભામાં એક સવાલના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને કહ્યું હતું કે તાઈવાન પર ભારતની નીતિ સ્પષ્ટ અને સુસંગત છે અને તે વેપાર, રોકાણ અને પર્યટન ક્ષેત્રોમાં વાતચીતને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રીત છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર વેપાર, રોકાણ, પર્યટન, સંસ્કૃતિ, શિક્ષણ અને આ પ્રકારના અન્ય ક્ષેત્રો અને લોકો સાથે સંબંધના ક્ષેત્રોમાં વાતચીતને પ્રોત્સાહન આપે છે.
તાઈવાન સાથે નીકટતા વધારી રહ્યું છે ભારત?
2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા, તેમણે પોતાના શપથગ્રહણ સમારોહમાં તિબ્બતી પ્રશાસનના અધ્યક્ષ લોબસંગ સાંગે સાથે તાઈવાનના રાજદૂત ચુંગ-ક્વાંગ ટીએનને પોતાના શપથગ્રહણમાં આમંત્રણ આપ્યું હતું. વન ચાઈના પોલીસીનું પાલન કરતા પણ ભારતે રાજનયિક કાર્યો માટે તાઈપેમાં એક ઓફિસ બનાવી છે. અહીં વરિષ્ઠ રાજનયિક ભારત-તાઈપે એસોસિએશન (ITA) નું નેતૃત્વ કરે છે. તાઈવાનનું નવી દિલ્હીમાં તાઈપે આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. જેની સ્થાપના 1995માં થઈ હતી.
ભારત અને તાઈવાનના સંબંધ વાણિજ્ય, સંસ્કૃતિ અને શિક્ષણ પર કેન્દ્રીત છે. ચીનની સંવેદનશીલતાના કારણે તેને જાણી જોઈને લોપ્રોફાઈલ રાખવામાં આવ્યા છે. ચીન અને ભારત વચ્ચે ડોકલામ ગતિરોધ બાદ ભારત અને તાઈવાન વચ્ચે સંસદીય પ્રતિનિધિમંડળનો પ્રવાસ અને વિધાયક સ્તરીય સંવાદ 2017માં બંધ થઈ ગયો.
પરંતુ હાલમાં જ કેટલાક વર્ષોમાં ચીન સાથે તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ભારતે તાઈવાન સાથે પોતાના સંબંધો નીભાવવાની કોશિશ કરી છે. 2020માં ગલવાનમાં થયેલા વિવાદ બાદ ભારતે વિદેશ મંત્રાલયમાં તત્કાલીન સંયુક્ત સચિવ (અમેરિકા) ગૌરાંગલાલ દાસને તાઈવાનમાં રાજનયિક નિયુક્ત કર્યા. મે 2020માં ભાજપે પોતાના બે સાંસદો મીનાક્ષી લેખી અને રાહુલ કસવાનને તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેનના શપથ ગ્રહણ સમારોહમાં વર્ચ્યુઅલી સામેલ થવા માટે કહ્યું.
ઓગસ્ટ 2020માં ભારતે તાઈવાનના પૂર્વ રાષ્ટ્રપતિ લી તેંગના મોત પર તેમને મી.ડેમોક્રેસી ગણાવ્યા હતા. જેને ચીનને એક સંદેશ તરીકે જોવામાં આવ્યો. ભારત આ મામલે ખુબ સાવધાન છે. આ જ કારણ છે કે તાઈવાનને લઈને રાજનયિક નિવેદન બહાર પાડવામાં આવતા નથી. લી તેંગના શાસન દરમિયાન જ ભારતે 1995માં આઈટીએની સ્થાપના કરી હતી. 1996માં લીને તાઈવાનના પહેલા પ્રત્યક્ષ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બીજા કાર્યકાળ માટે ચૂંટી લેવાયા હતા.
રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેનની સરકાર ભારત સાથે સહયોગના ક્ષેત્રોનો વિસ્તાર કરવા માટે ઈચ્છુક છે. ભારત તાઈવાન માટે પ્રાથમિકતાવાળા દેશોમાંથી એક છે. અત્યાર સુધી ભારત અને તાઈવાન વચ્ચે તે મોટેભાગે એક આર્થિક અને લોકોનો લોકો સાથે સંબંધ રહ્યો છે. હવે ચીન સાથે તણાવ વચ્ચે ભારત સરકાર ભારત-તાઈવાનના સંબંધોને ઘણો આગળ વધારવા પર ભાર મૂકી રહી છે. જો કે સમયાંતરે ચીન ભારતના સ્ટેન્ડનો વિરોધ જતાવતું રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે