World diabetes day: શરીરમાં ભળતા આ ધીમા ઝેરની અસર ભારતમાં ઓસરવા લાગી છે

 સમગ્ર વિશ્વમાં આજે 14 નવેમ્બરને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. ભારત પોતાની યુવા વસ્તીને કારણે આવનારા સમયમાં દુનિયાની સૌથી મોટી આર્થિક શક્તિ બનવાના પ્રયાસોમાં છે. પરંતુ આ યુવા વસ્તી એક મોટા ભાગમાં લોકોના લોહીમાં ધીરે ધીરે મીઠું ઝેર ભળવાને કારણે ડોક્ટર્સની ઊંઘ ઉડી છે. પરંતુ રાહત એ બાબતની છે કે, ડાયાબિટીસ પર નિયંત્રણ વિશે યુવાઓમાં ધીરે ધીરે અવેરનેસ વધી રહી છે. 
World diabetes day: શરીરમાં ભળતા આ ધીમા ઝેરની અસર ભારતમાં ઓસરવા લાગી છે

નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં આજે 14 નવેમ્બરને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. ભારત પોતાની યુવા વસ્તીને કારણે આવનારા સમયમાં દુનિયાની સૌથી મોટી આર્થિક શક્તિ બનવાના પ્રયાસોમાં છે. પરંતુ આ યુવા વસ્તી એક મોટા ભાગમાં લોકોના લોહીમાં ધીરે ધીરે મીઠું ઝેર ભળવાને કારણે ડોક્ટર્સની ઊંઘ ઉડી છે. પરંતુ રાહત એ બાબતની છે કે, ડાયાબિટીસ પર નિયંત્રણ વિશે યુવાઓમાં ધીરે ધીરે અવેરનેસ વધી રહી છે. 

ડાયગ્નોસ્ટિક કંપની એસઆરએલ ડાયગ્નોસ્ટિક્સ દ્વારા કરવામા આવેલ ડાયાબિટીસ બ્લડ ટેસ્ટ એચબીએ1સીના પરિણામથી માલૂમ પડે છે કે, 16-30ની ઊંમરમાં અસામાન્ય બ્લડ શુગરની ટકાવારીમાં ઘટાડો થયો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, બ્લડ શુગરના નિયંત્રણ વિશે લોકોની વચ્ચે અવેરનેસ આવી છે. એરઆરએલના આંકડા બતાવે છે કે, 2012થી 2017ની વચ્ચે એચબીએ1સી તપાસ માટે આવેલ નમૂનાઓની સંખ્યામાં વાર્ષિક 32 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન લગભગ 30 લાખ નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 

એચબીએ1સી તપાસને ગ્લાઈકોસાયલેટેડ હીમોગ્લોબિન ટેસ્ટ પણ કહેવાય છે. એ1સી તપાસ ડાયાબિટીસ તેમજ પ્રી-ડાયાબિટીસના નિદાનની નવી રીત છે. આ તપાસમાં 2થી 3 મહિનાઓ માટે બ્લડ ગ્લૂકોઝના સામાન્ય સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જો એ1સીનું પરિણામ 5.7થી 6.4 ટકા હોય તો તેનો અર્થ છે કે વ્યક્તિ પ્રી-ડાયાબિટીક છે અને તેમાં ડાયાબિટીસની શક્યતા વધુ છે. જો આ પરિણામ 6.5 ટકા કે તેનાથી વધુ હોય તો વ્યક્તિ ડાયાબિટીસથી પીડિત છે. આ તપાસનો ફાયદો એ છે કે વ્યક્તિને તપાસનો ફાયદો એ છે કે વ્યક્તિએ તપાસથી ગત રાત્રે કે તપાસ પહેલા સવારના સમયે શું ખાધુ છે, તેનાથી ફરક પડતો નથી. 

એસઆરએલ ડાયગ્નોસ્ટિક્સના સલાહકાર તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના મેન્ટર ડો.બી.આર.દાસે કહ્યું કે, ડાયાબિટીસ ત્યારે થાય છે, જ્યારે અગ્નાશય યોગ્ય માત્રામાં ઈન્સ્યુલિન બનાવી શક્તુ નથી કે શરીર ઈન્સ્યુલિનનો પ્રભાવી ઉપયોગ નથી કરી શક્તો. હાલમાં દુનિયાભરમાં 42.5 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે. આ બીમારી દર્દીની સાથે સાથે તેના પરિવાર તથા તેની સાથે જોડાયેલ લોકોને પણ મોંઘી પડી શકે છે. તેની ખરાબ અસર વ્યક્તિની ઉત્પાદકતા પર પડે છે. પરંતુ જલ્દી નિદાન તવા પર દર્દી તેની જટિલતાઓમાંથી બચી શકે છે. તેથી રોગના લક્ષણો, કારણો અને જલ્દી નિદાન વિશે જાગૃતતા વધારવું જરૂરી છે. 

વધતા શહેરીકરણ, ગતિહીન જીવનશૈલી, અનહેલ્ધી ફૂડ, તંબાકુનું વધતુ સેવન અને વધતી જીવન સમસ્યાઓને કારણે ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. ડાયાબિટીસને કારણે દર્દી આંધળું, કિડની ફેલ્યોર, હાર્ટ એટેક, સ્ટ્રોક તથા લોએર લિમ્બ એમ્પ્યુટેશનનો શિકાર પણ બની શકે છે. હેલ્થી ફૂડ, નિયમિત વ્યાયામ, સામાન્ય વજન તથા તંબાકુનું સેવન ક્યારેય ન કરવું. જેથી તમે આ બીમારીથી બચી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news