Success Story: 6ઠ્ઠા ધોરણમાં નાપાસ, પછી તો ડરને જ બનાવી લીધો પ્રેરણાસ્ત્રોત અને આ રીતે બની ગયા IAS ઓફિસર

UPSC Civil Service Exam ની તૈયારી માટે વિદ્યાર્થીઓ અનેક વર્ષો સુધી તૈયારી કરતા હોય છે અને આ માટે કોચિંગ ક્લાસ પણ જોઈન કરે છે. પરંતુ પંજાબના ગુરુદાસપુરની રૂકમણિ રિયારે કોઈ પણ કોચિંગ વગર યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી અને પહેલા જ પ્રયત્નમાં ઓલ ઈન્ડિયામાં બીજો ક્રમ મેળવી આઈએએસ ઓફિસર બનવાનું સપનું પૂરું કર્યું. 

Success Story: 6ઠ્ઠા ધોરણમાં નાપાસ, પછી તો ડરને જ બનાવી લીધો પ્રેરણાસ્ત્રોત અને આ રીતે બની ગયા IAS ઓફિસર

નવી દિલ્હી: UPSC Civil Service Exam ની તૈયારી માટે વિદ્યાર્થીઓ અનેક વર્ષો સુધી તૈયારી કરતા હોય છે અને આ માટે કોચિંગ ક્લાસ પણ જોઈન કરે છે. પરંતુ પંજાબના ગુરુદાસપુરની રૂકમણિ રિયારે કોઈ પણ કોચિંગ વગર યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી અને પહેલા જ પ્રયત્નમાં ઓલ ઈન્ડિયામાં બીજો ક્રમ મેળવી આઈએએસ ઓફિસર બનવાનું સપનું પૂરું કર્યું. 

છઠ્ઠા ધોરણમાં થયા હતા નાપાસ
રૂકમણિ રિયાર શરૂઆતથી અભ્યાસમાં બહુ ખાસ નહતા. તેઓ જ્યારે છઠ્ઠા ધોરણમાં ભણતા હતા ત્યારે નાપાસ થયા હતા. નાપાસ થયા બાદ પરિવારના લોકો અને શિક્ષકો પાસે જવાની હિંમત જ ન થઈ અને એમ વિચારીને શરમ આવતી હતી કે બાકી લોકો તેમના વિશે શું વિચારશે. નાપાસ થયા બાદ રૂકમણિ ટેન્શનમાં રહેવા લાગ્યા હતા અને ડિપ્રેશનનો ભોગ બન્યા. અનેક મહિનાઓ સુધી ટેન્શનમાં રહ્યા બાદ તેણે પોતાને તેમાંથી બહાર કાઢી અને પોતાના ડરને પ્રેરણા બનાવી લીધો. 

માસ્ટર્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી રૂકમણિ
રૂકમણિ રિયારનો શરૂઆતનો અભ્યાસ ગુરુદાસપુરમાંથી થયો હતો. ત્યારબાદ ચોથા ધોરણમાં તેનું એડમિશન બોર્ડિંગ સ્કૂલમાં કરી દેવાયું અને તેમને ડેલહાઉસીના સેક્રેડ હાર્ટ સ્કૂલ મોકલી દેવાયા. 12મા ધોરણ બાદ રૂકમણિએ અમૃતસરની ગુરુ નાનક યુનિવર્સિટીથી સોશિયલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે મુંબઈ સ્થિત ટાટા ઈન્સ્ટિટ્યૂટથી સામાજિક વિજ્ઞાનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી અને ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યા. 

IAS Officer Rukmani Riar Success Story

ઈન્ટર્નશિપ દરમિયાન સિવિસ સર્વિસ પ્રત્યે આકર્ષણ
પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ રૂકમણિ રિયારે યોજના આયોગ ઉપરાંત મૈસૂરમાં અશોદયા અને મુંબઈમાં અન્નપૂર્ણા મહિલા મંડળ જેવા બિનસરકારી સંગઠનો સાથે ઈન્ટર્નશીપ કરી. આ ઉપરાંત તેમણે દિલ્હીના સેન્ટર ફોર ઈક્વિટી સ્ટડીઝ સાથે મળીને અનેક વસ્તીઓના વિકાસનું કામ કર્યું. આ દરમિયાન જ રૂકમણિને સિવિલ સર્વિસ પ્રત્યે આકર્ષણ થયું. જેથી કરીને વધુમાં વધુ લોકોની મદદ કરી શકાય. 

પહેલા પ્રયત્નમાં મેળવ્યું બીજુ સ્થાન
ઈન્ટર્નશીપ બાદ રૂકમણિએ સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી અને આકરી મહેનતથી પહેલા જ પ્રયત્નમાં સફળતા મેળવી. ખાસ વાત એ હતી કે યુપીએસસી પરીક્ષાની તૈયારી માટે કોઈ પણ કોચિંગ જોઈન કર્યું નહતું અને સેલ્ફ સ્ટડી ઉપર જ વિશ્વાસ મૂક્યો. રૂકમણિએ વર્ષ 2011માં ઓલ ઈન્ડિયામાં બીજો રેંક મેળવ્યો હતો અને આઈએએસ ઓફિસર બનવાનું સપનું સાકાર થયું. 

IAS Officer Rukmani Riar Success Story

કેવી રીતે કરી યુપીએસસીની તૈયારી
યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવા માટે રૂકમણિ રિયારે છઠ્ઠા ધોરણથી લઈને 12માં ધોરણ સુધીની એનસીઈઆરટીના પુસ્તકોમાંથી તૈયારી કરી. આ સાથે જ ઈન્ટરવ્યુ માટે તેઓ રોજ અખબારો અને મેગેઝીન વાંચતા હતા. રૂકમણિએ પરીક્ષા દરમિયાન ભૂલો ઓછી કરવા માટે અનેક મોક ટેસ્ટમાં ભાગ લીધો. રૂકમણિએ છેલ્લા કેટલાક વર્ષોના પ્રશ્નપત્રો પણ ઉકેલ્યા. 

યુપીએસસી એસ્પિરેન્ટ્સને સલાહ
યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહેલા અન્ય વિદ્યાર્થીઓને લઈને રૂકમણિ રિયારે કહ્યું કે હંમેશા પોઝિટિવ સોચ સાથે તમારે તૈયારી કરવી જોઈએ. આ સાથે જ તેમણે જણાવ્યું કે પરીક્ષાની તૈયારી માટે નોટ્સ બનાવવી ખુબ જ જરૂરી છે. અનેકવાર સીધું પુસ્તકોમાંથી ઉમેદવારો તૈયારી કરવાની શરૂ કરી દે છે. પરંતુ તેનાથી પછી પરીક્ષા સમયે મુશ્કેલીઓ ઊભી થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news