આ કારણે યોજાય છે ગણતંત્ર દિવસની પરેડ, શું હતું આ દિવસે ખાસ?

Republic Day 2023 : ગણતંત્ર દિવસ પરેડની શરૂઆત 1950માં સંવિધાન લાગુ થવાની સાથે થઇ હતી. શરૂઆતમાં આ પરેડ ઇરવિ સ્ટેડિયમ, કિંગ્સવે, લાલ કિલ્લા અને રામલીલા મેદાનમાં યોજાઇ હતી
 

આ કારણે યોજાય છે ગણતંત્ર દિવસની પરેડ, શું હતું આ દિવસે ખાસ?

Republic Day 2023 : 26 જાન્યુઆરી એટલે ભારતનો ગણતંત્ર દિવસ. આ દિવસે રાજપથ પર ઘણા રાજ્યોની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવે છે. આપણો દેશ 2023માં 74માં ગણતંત્ર દિવસની ઉજવણી કરશે. ગણતંત્ર દિવસ વર્ષ 1950માં ભારતમાં સંવિધાન લાગૂ થયાના ઉપલક્ષ્યમાં મનવવામાં આવે છે.

દિલ્હીમાં યોજાતી ગણતંત્ર દિવસની પરેડમાં દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ સહિતના અનેક નેતાઓ સામેલ હોય છે. જેમાં અન્ય રાષ્ટ્રોના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવે છે.

મહત્વની વાત તમને જણાવીએ તો, ગણતંત્ર દિવસ પરેડની શરૂઆત 1950માં સંવિધાન લાગુ થવાની સાથે થઇ હતી. શરૂઆતમાં આ પરેડ ઇરવિ સ્ટેડિયમ, કિંગ્સવે, લાલ કિલ્લા અને રામલીલા મેદાનમાં યોજાઇ હતી. 

આ પણ વાંચો : 

ગણતંત્ર પરેડની શરૂઆત રાષ્ટ્રપતિના આગમન સાથે થાય છે. રાષ્ટ્રપતિ તેમની કારમાં આવે છે અને રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. હાજર રહેલા તમામ લોકો તિરંગાને સલામી આપે છે. આ દરમિયાન 21 તોપની સલામી આપવામાં આવે છે. જો કે, 7 તોપથી 3-3 રાઉન્ડ ફાયર કરવામાં આવે છે. જે તોપ 1941માં બનાવવામાં આવી હતી. 

વર્ષ 1995માં ગણતંત્ર પરેડની શરૂઆત રાજપથ પર કરવામાં આવી હતી. તે સમયે રાજપથનું નામ કિંગ્સ વે હતું. પ્રધાનમંત્રી મોદીએ ગત વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ કર્તવ્ય પથનું ઉદઘાટન કર્યું હતું. તમને જણાવી દઇએ કે, રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ રાખવામાં આવ્યું છે. 

ભારત સરકાર દર વર્ષે કોઇ અન્ય દેશના રાષ્ટ્રપતિ અથવા તો પ્રધાનમંત્રીને મહેમાન તરીકે બોલાવે છે. સૌથી પહેલા ગણતંત્ર દિવસની ઉજવણીના દિવસે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ડૉ. સુકર્ણો ખાસ મહેમાન બન્યા હતા. 

આ પણ વાંચો : 

26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ. આ દિવસે કર્તવ્યપથ પર ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સ પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. જેમાં આ વખતે સ્વદેશી નાગ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ પણ ખાસ આકર્ષણ જમાવશે. નાગને અમેરિકાની જેવલીન અને ઈઝરાયલની સ્પાઈક એન્ટી ટેન્ક મિસાઈલની સમકક્ષ માનવામાં આવી છે. નાગ મિસાઈલના તમામ પરીક્ષણ પૂરા થઈ ગયા છે. અને હવે તે ભારતીય સેનાને મળવાની તૈયારીમાં છે. 

નાગ મિસાઈલ સિવાય સ્વદેશી બ્રહ્મોસ મિસાઈલ અને આકાશ એર ડિફેન્સ સિસ્ટમ પણ ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થશે. ભારતે 90ના દાયકામાં એક સ્વદેશી ટેન્ક ગાઈડેડ મિસાઈલ પર કામ શરૂ કર્યુ હતું અને હવે તે સપનું 2023માં પૂરું થઈ રહ્યું છે. નાગને બખ્તરબંધ ગાડી કે હેલિકોપ્ટર બંનેથી ફાયર કરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news