OMG! લોકડાઉન ધરતી પર લાગ્યું હતું અને અસર ચંદ્રમા પર જોવા મળી? ભારતીય વૈજ્ઞાનિકોના સ્ટડીએ ચોંકાવ્યા

કોવિડ 19 મહામારીના કારણે જ્યારે લોકડાઉન લાગ્યું હતું ત્યારે તેની અસર આખી દુનિયા પર તો પડી જ પરંતુ ધરતીથી ખુબ દૂર એવા ચંદ્ર ઉપર પણ જોવા મળી. ભારતીય વૈજ્ઞાનિકોના આ રિસર્ચમાં ચોંકાવનારા ખુલાસા જોવા મળ્યા. 

OMG! લોકડાઉન ધરતી પર લાગ્યું હતું અને અસર ચંદ્રમા પર જોવા મળી? ભારતીય વૈજ્ઞાનિકોના સ્ટડીએ ચોંકાવ્યા

કોવિડ 19ના કારણએ જ્યારે સવા ચાર વર્ષ પહેલા આખી દુનિયા લોકડાઉનમાં ઘેરાઈ હતી, લોકો ઘરોમાં કેદ હતા ત્યારે કુદરત જાણે પોતાને રિસેટ કરતી હોય તેવું જણાયું. હવા ચોખ્ખી થઈ ગઈ, ઝાડ પાન, જંગલી જાનવરોએ સદીઓમાં પહેલીવાર માણસોના હસ્તક્ષેપ વગરના જીવનનો અનુભવ કર્યો. જ્યારે આખી દુનિયા આ ભયાનક મહામારીના સાયામાં જકડાયેલી હતી ત્યારે પૃથ્વીનો ચંદ્રમા પણ કેવી રીતે અસર પામ્યો તે જાણવા જેવું છે. 

ભારતીય વૈજ્ઞાનિકોના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે એપ્રિલ-મે 2020 દરમિયાન લોકડાઉનનો સમય હતો ત્યારે પૃથ્વીના ઉપગ્રહ એવા ચંદ્રમાના તાપમાનમાં અસામાન્ય ઘટાડો જોવા મળ્યો. Royal Astronomical Society: Letters ના મંથલી નોટિસિઝમાં છપાયેલો સ્ટડી જણાવે છે કે પૃથ્વી અને ચંદ્રમા કેટલા એકબીજા સાથે જોડાયેલા છે. 

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(PRL) ના રિસર્ચર્સે NASA ના Lunar Reconnaissance Orbiter (LRO)ના ડેટાની મદદ લીધી. તેમણે 2017થી 2023 વચ્ચે ચંદ્રમાની છ અલગ અલગ જગ્યાઓ પર રાતના સમયે આવેલા ફેરફારોનું એનાલિસિસ કર્યું. તેમણે જાણ્યું કે લોકડાઉન દરમિયાન બાકી વર્ષોના તે સમય (એપ્રિલ-મે)ની સરખામણીમાં તાપમાનમાં સતત 8-10 કેલ્વિનનો ઘટાડો જોવા મળ્યો. 

પૃથ્વી પર લોકડાઉનની ચંદ્ર પર કેમ અસર
તમામ ફેક્ટરીઓ, કારો અને અન્ય પ્રદૂષણકારી ગતિવિધિઓ બંધ હતી, માણસો પણ ઘરની બહાર નીકળતા ન હતા. જેના કારણે ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો. જેના કારણે પૃથ્વીના વાયુમંડળમાં ઓછી ઉષ્મા ફસાઈ અને પછી તે ફરીથી ઉત્સર્જિત થઈ. PRL ના રિસર્ચર્સ માને છે કે લોકડાઉનના કારણે પૃથ્વના રેડિએશનમાં ઘટાડો થયો જેના  કારણે ચંદ્રમા પર તાપમાન ઘટવા લાગ્યું. ચંદ્રમા એક પ્રકારે ધરતીના રેડિએશન સિગ્નેચરના એમ્પ્લીફાયર તરીકે કામ કરે છે. 

પછી વધ્યો પારો
રિસર્ચર્સે આમ તો 12 વર્ષના ડેટાનું એનાલિસિસ કર્યું પરંતુ પોતાના સ્ટડીમાં સાત વર્ષ  (2017-2023)નો ઉપયોગ કર્યો છે. એટલે કે લોકડાઉનથી ત્રણ વર્ષ પહેલા અને ત્રણ વર્ષ બાદના તાપમાનનો. 2020માં સાઈટ 2 પર સૌથી ઓછું તાપમાન  96.2 K હતું જ્યારે 2022માં સાઈટ 1 પર સૌથી ઓછું તાપમાન 143.8 K હતું. સામાન્ય રીતે 2020માં મોટભાગની સાઈટો પર સૌથી ઓછું તાપમાન જોવા મળ્યું. જેવું વિવિધ દેશોમાં લોકડાઉન હટવાનું શરૂ થયું કે 2021 અને 2022માં ચંદ્રમા પર ગરમી વધવા લાગી હતી. 

ચંદ્રમાના તાપમાન ઘટવા પાછળ સૌર ગતિવિધિઓ કે ફ્લેક્સમાં મૌસમી ફેરપાર પણ કારણ હોઈ શકતા હતા. પરંતુ રિસર્ચર્સના જણાવ્યાં મુજબ અન્ય સંભવિત કારણોની પણ તપાસ કરાઈ જેના પરિણામો જણાવે છે કે જોવા મળેલા સિગ્નેચર પર તેમાંથી કોઈનો પ્રભાવ પડ્યો નથી. જેના કારણે ભારતીય વૈજ્ઞાનિકો એ તારણ પર પહોંચ્યા કે ફક્ત કોવિડ લોકડાઉનના કારણે જ આવું થયું હશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news