Himachal Pradesh: હિમાચલમાં રાજકીય ખેંચતાણ વચ્ચે બજેટ પાસ, CMએ કહ્યું- મારા રાજીનામાની વાત અફવા, 5 વર્ષ પૂરા કરશે સરકાર

હિમાચલ પ્રદેશમાં મચેલા રાજકીય ઘમાસાણ વચ્ચે સરકારે વિધાનસભામાં બજેટ પાસ કરાવી લીધુ છે. સદનમાં વિપક્ષી દળ ભાજપના તમામ સભ્યો ગેરહાજર રહ્યા. ભાજપના 15 વિધાયકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 10 વિધાયકોએ સદનમાંથી વોકઆઉટ કરી લીધુ હતું. ધ્વનિમતથી બજેટ પાસ થયું. 

Himachal Pradesh: હિમાચલમાં રાજકીય ખેંચતાણ વચ્ચે બજેટ પાસ, CMએ કહ્યું- મારા રાજીનામાની વાત અફવા, 5 વર્ષ પૂરા કરશે સરકાર

હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી માટેનું મતદાન થયુ અને સર્જાઈ ગયો રાજકીય ભૂકંપ. ચૂંટણીમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને મોટો ઝટકો આપી દીધો, તો 3 અપક્ષ ઉમેદવારોએ પણ ભાજપને મત આપીને ખેલ કરી નાખ્યો. જેના કારણે કોંગ્રસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીએ હારનો સામનો કરવો પડ્યો. આ બધા વચ્ચે હિમાચલ પ્રદેશમાં મચેલા રાજકીય ઘમાસાણ વચ્ચે સરકારે વિધાનસભામાં બજેટ પાસ કરાવી લીધુ છે. સદનમાં વિપક્ષી દળ ભાજપના તમામ સભ્યો ગેરહાજર રહ્યા. ભાજપના 15 વિધાયકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 10 વિધાયકોએ સદનમાંથી વોકઆઉટ કરી લીધુ હતું. ધ્વનિમતથી બજેટ પાસ થયું. 

બજેટ પાસ, સીએમએ કહ્યું- મે રાજીનામું નથી આપ્યું
હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખ્ખુએ પોતાના રાજીનામાના સમાચારોને અફવા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે મે રાજીનામું આપ્યું નથી. મારા રાજીનામાના સમાચાર અફવા છે. અમારી સરકાર સ્થિર છે અને પૂરા પાંચ વર્ષ સુધી ચાલશે. જો કે તે પહેલા એવા સમાચાર આવ્યા હતા કે પાર્ટીમાં ચાલી રહેલા સંકટ વચ્ચે સીએમ સુખ્ખુએ રાજીનામાની રજૂઆત કરી છે. આ સિવાય તેમણે કહ્યું કે અમે તેમના વિરુદધ (કોંગ્રેસ વિધાયકો જેમણે રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને મત આપ્યો હતો) અયોગ્યતા પ્રસ્તાવ મૂક્યો છે અને તેના પર સુનાવણી ચાલુ છે. આજે બજેટ પાસ થઈ ગયું અને અમારી સરકારને તોડવાનું જે ષડયંત્ર કરાયું તેનો અમે પર્દાફાશ કરીશું. તેમણે એમ પણ કહ્યું કે ભાજપને મત આપનારા વિધાયકોમાંથી એકે માફી પણ માંગી. રાજ્યના લોકો તેમને જવાબ આપશે. 

— ANI (@ANI) February 28, 2024

વિક્રમાદિત્યનું રાજીનામું, ભાજપમાં જોડાવા વિશે શું કહ્યું?
અત્રે જણાવવાનું કે પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર અને હિમાચલ પ્રદેશ સરકારમા મંત્રી વિક્રમાદિત્ય સિંહે રાજીનામું આપતા આરોપ લગાવ્યો કે પાર્ટીમાં વિધાયકોનું સાંભળવામાં આવતું નથી. જેના પર સીએમ સુખ્ખુએ કહ્યું કે મે વિક્રમાદિત્ય સિંહ સાથે વાત કરી છે અને તેઓ મારા નાના ભાઈ જેવા છે. તેમનું રાજીનામું સ્વીકારવાનો સવાલ જ નથી. તેમને જે થોડી સમસ્યા છે તેનો ઉકેલ લાવી દેવાશે. 

On Vikramaditya Singh's resignation, CM says, "I have… pic.twitter.com/PUKB45jd0M

— ANI (@ANI) February 28, 2024

બીજી બાજુ ભાજપ જોઈન કરવા પર વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે એવું કશું નથી. તેમણે કહ્યું કે હું જે પણ કહુ છું તે હંમેશા તથ્યો અને પરિસ્થિતિજન્ય સાક્ષ્યો પર આધારિત હો છે. રાજ્યમાં સિએમ સુખવિંદર સિંહ સુખ્ખુના નેતૃત્વવાળી સરકાર છે...આજે નાણાકીય બિલ પાસ થઈ ગયું છે. 

He further says, "Whatever I say, it is always based on facts and circumstantial evidence. Congress government headed by CM Sukhvinder Singh Sukhu… pic.twitter.com/i2cee2lMsT

— ANI (@ANI) February 28, 2024

3 મહિના ટળ્યો ખતરો?
હિમાચલ પ્રદેશમાં સુખ્ખુ સરકારે બજેટ પાસ કરાવી લીધુ છે. ત્યારબાદ વિધાનસભા અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવાઈ છે. જ્યારે હવે સુખ્ખુ સરકાર પર ત્રણ મહિના સુધી કોઈ જોખમ નથી એવું માનવામાં આવી રહ્યું છે. બીજી બાજુ કોંગ્રેસના જે વિધાયકો બળવાખોર છે તેમના વિરુદ્ધ પણ પાર્ટીની ફરિયાદ પર સુનાવણી ચાલુ છે. પક્ષ પલટા નિયમને લઈને કોંગ્રેસ વિધાયકોની અયોગ્યતા મામલે સુનાવણી વિધાનસભા સમિતિ કક્ષમાં ચાલુ છે. સ્પીકરની ચેમ્બરમાં સત્તા પક્ષ અને વિપક્ષના વકીલો હાજર રહ્યા. ભાજપ તરફથી સત્યપાલ જૈન બળવાખોર વિધાયકોની પૈરવી કરતા જોવા મળ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news