હિમાચલમાં ભીષણ ભૂસ્ખલન, 2 ના મોત, 10 લોકોને રેસ્ક્યૂ કરાયા, અનેક લોકો ગૂમ

આ દુર્ઘટના બપોરે 12.45 કલાક આસપાસ થઈ છે. આ દુર્ઘટનાને કારણે હજુ પથ્થરો પડી રહ્યાં છે. જેના કારણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં મુશ્કેલી આવી રહી છે. 
 

હિમાચલમાં ભીષણ ભૂસ્ખલન, 2 ના મોત, 10 લોકોને રેસ્ક્યૂ કરાયા, અનેક લોકો ગૂમ

શિમલાઃ હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં બુધવારે એક ભીષણ ભૂસ્ખલનમાં એક બસ અને અન્ય ઘણા વાહન કાટમાળની ઝપેટમાં આવી ગયા છે. જે બસ દુર્ઘટનાનો શિકાર હોવાની ખબર છે, તેમાં 40થી 45 લોકો સવાર હોવાની વાત કહેવામાં આવી રહી છે. શરૂઆતી ઇનપુટ્સ અનુસાર દુર્ઘટના કિન્નૌરમાં રેકોન્ગ પિયો-શિમલા હાઈવે પર થઈ છે. છેલ્લે મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. હજુ પણ અનેક લોકો ગૂમ છે. 

— ANI (@ANI) August 11, 2021

કિન્નૌરના એસપી સાજૂરામ રાણા પ્રમાણે પોલીસને ભાભા નગર વિસ્તારની પાસે હાઈવે પર ભૂસ્ખલનની સૂચના મળી છે. આ ઘટનાની જાણકારી બાદ ભારત તિબેટ સરહદ પોલીસ, રાજ્ય પોલીસ અને હોમગાર્ડના જવાનોને મોકલવામાં આવ્યા છે. આ સિવાય રાહત અને બચાવ કાર્ય માટે વિશેષ ટીમો રવાના કરવામાં આવી છે. એસપીએ કહ્યું કે, દુર્ઘટના સાથે જોડાયેલી અન્ય વિગતો સ્થળ પર પહોંચ્યા બાદ આપી શકાશે. 

— Kirandeep (@raydeep) August 11, 2021

સ્થિતિ પર બધાની નજર
હિમાચલમાં થયેલી આ ઘટના બાદ મુખ્યમંત્રી કાર્યાલયથી લઈને દિલ્હી સુધીના અધિકારીઓ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સ્થાનીક લોકોનો દાવો છે કે કાટમાળમાં અનેક વાહનો દબાયેલા છે. આ સિવાય જે બસ પણ શિકાર બની છે તેમાં 40-45 યાત્રીકો ફસાયા હોવાની વાત સામે આવી રહી છે. 

દુર્ઘટનામાં બસની સાથે અન્ય પાંચ નાના હાવનો પણ દબાયાની આશંકા છે. ભેખડ ધસી પડ્યા બાદ નેશનલ હાઈવે નંબર 5 બ્લોક છે. આ દુર્ઘટના બપોરે 12.30 કલાક બાદ થઈ છે. કાટમાળમાં હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસની સાથે એક ટ્રક અને ગાડી પણ દબાયેલા જોવા મળી રહ્યાં છે. 

મુખ્યમંત્રીએ લીધી ઘટનાની જાણકારી
કિન્નૌર દુર્ઘટના પર મુખ્યમંત્રી જયરામ ઠાકુર નજર રાખી રહ્યા છે, તેમણે અધિકારીઓને રાહત અને બચાવ કાર્ય માટે નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યુ- મેં પોલીસ અને સ્થાનીક પ્રશાસનને બચાવ અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. એનડીઆરએફને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. 

અમિત શાહે મુખ્યમંત્રી અને ITBP ના ડીજી સાથે કરી વાત
કિન્નૌરમાં થયેલી દુર્ઘટનાને લઈને ગૃહ મંત્રી અમિત શાહે હિમાચલના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી છે. અમિત શાહે મુખ્યમંત્રી પાસેથી ઘટનાની જાણકારી મેળવી છે. આ સાથે તેમણે ડીજી આઈટીબીપી સાથે વાત કરી છે. અમિત શાહે પ્રભાવિત લોકોને જલદી સુવિધાઓ પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે લોકોને ઘટનાસ્થળેથી કાઢવાનો નિર્દેશ પણ આપ્યો છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news