Hijab Controversy: જે ઘરમાં સુરક્ષિત નથી, તે પહેરે હિજાબ; બહાર જ્યાં હિન્દુ સમાજ છે ત્યાં તેની જરૂર નથી: સાધ્વી પ્રજ્ઞા
કર્ણાટકથી શરૂ થયેલા હિજાબ વિવાદ અંગે રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે અને આ બધા વચ્ચે હવે ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોઈએ હિજાબ પહેરવાની જરૂર નથી.
Trending Photos
ભોપાલ: કર્ણાટકથી શરૂ થયેલા હિજાબ વિવાદ અંગે રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે અને આ બધા વચ્ચે હવે ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોઈએ હિજાબ પહેરવાની જરૂર નથી.
જે ઘરમાં સુરક્ષિત નથી, તે પહેરે હિજાબ- પ્રજ્ઞા ઠાકુર
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે દેશમાં કોઈએ હિજાબ પહેરવાની જરૂર નથી. હિજાબ પહેરવાની જરૂર એ લોકોને છે જેમને પોતાના ઘરમાં જ પરેશાની છે અને તેઓ પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી.
શું કહ્યું પ્રજ્ઞા ઠાકુરે?
ભોપાલમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે કોઈની સાથે કોઈ બંધન નથી. હિન્દુ એટલા શ્રેષ્ઠ, એટલા ઉચ્ચ વિચારધારાના અને એટલા સંસ્કારી હોય છે કે અમારે ક્યારેય હિજાબ પહેરવાની જરૂર નથી. હિજાબ એમણે પહેરવાના છે જેમને પોતાના ઘરમાં જ સંકટ છે. તેમના ઘરમાં જ તેઓ સુરક્ષિત નથી અને તેમના ગરમાં જ તેમની મર્યાદા ખતરામાં છે. આથી તેમણે ઘરમાં પણ હિજાબ પહેરવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે બહાર જ્યાં હિન્દુ સમાજ નિકળે છે ત્યાં તેમણે હિજાબ પહેરવાની જરૂર નથી. જ્યાં આપણે જ્ઞાન મેળવીએ છીએ અને અભ્યાસ કરીએ છીએ ત્યાં તો બિલકુલ નથી.
#WATCH ...No need to wear Hijab anywhere. People who are not safe in their houses need to wear Hijab. While outside, wherever there is 'Hindu Samaj', they are not required to wear Hijab especially at places where they study: BJP MP Sadhvi Pragya at an event in Bhopal, MP (16.02) pic.twitter.com/F6ObtjxRfl
— ANI (@ANI) February 17, 2022
ઓક્ટોબર 2021માં શરૂ થઈ હિજાબની માગણી
કર્ણાટકના ઉડુપીમાં સરકારી ઈન્ટર કોલેજમાં પહેલીવાર 6 મુસ્લિમ વિદ્યાર્થીઓ હિજાબ પહેરીને ક્લાસ એટેન્ડ કરવાની માગણી કરવા લાગી હતી. છેલ્લા કેટલાય વર્ષોથી આ વિદ્યાર્થીનીએ અભ્યાસ કરતી હતી પરંતુ અચાનક તેમણે હિજાબ પહેરવાની માગણી શરૂ કરી દીધી. આ સાથે જ આખો વિવાદ શરૂ થઈ ગયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે