Sadhvi pragya thakur News

દિગ્વિજય માટે 'મિર્ચી યજ્ઞ' કરનાર સંતની નિરંજન અખાડા દ્વારા હકાલપટ્ટી
મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અને લોકસભા ચૂંટણીમાં ભોપાલથી કોંગ્રેસ ઉમેદવાર રહેલા દિગ્વિજય સિંહના પક્ષમાં પ્રચાર કરનારા સંત પર નિરંજની અખાડાએ કઠોર કાર્યવાહી કરી છે. નિરંજની અખાડાએ મહામંડલેશ્વર વૈરાજ્ઞાનંદ ગિરીને અખાડામાંથી હાંકી કાઢ્યા છે. હરિદ્વારના નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પુરીએ જણાવ્યું કે, મહામંડલેશ્વર વૈરાગ્યાનંદ ગિરીએ દિગ્વિજય સિંહ નહી જીતે તો સમાધી લેવાનો દાવો કર્યો હતો. સાથે જ દિગ્વિજય સિંહને જીતાડવા માટે 5 ક્વિન્ટલ મરચાનો હવન પણ કર્યો હતો. બાબાએ દાવો કર્યો કે ભોપાલમાં કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ જીતશે. . જો ભોપાલમાં કોઇ અન્ય ઉમેદવાર જીતશે તો તેજળ સમાધી લેશે. 
May 24,2019, 23:14 PM IST

Trending news