મેડમ, દયા કરો... પાકિસ્તાની સીમા હૈદરે હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કરી અપીલ, કહ્યું- મારે સચિન સાથે રહેવું છે

Seema Haider: સીમા હૈદરે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી દાખલ કરી છે, જેમાં તેણે વિનંતી કરી છે કે તેને પોતાના ચાર બાળકોની સાથે વીઝા વગર ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવે. સીમાએ દાવો કર્યો કે તેણે હિન્દુ ધર્મ અપનાવી લીધો છે અને સચિન મીણા સાથે લગ્ન કરી લીધા છે.

મેડમ, દયા કરો... પાકિસ્તાની સીમા હૈદરે હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કરી અપીલ, કહ્યું- મારે સચિન સાથે રહેવું છે

નોઇડાઃ  પાકિસ્તાની નાગરિક સીમા હૈદરે મે મહિનામાં વિઝા વિના ભારતમાં પ્રવેશ કર્યો હતો, તેણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને દયાની અરજી કરી છે અને વિનંતી કરી છે કે તેણીને તેમના ચાર બાળકો સાથે ગ્રેટર નોઈડામાં તેના જીવનસાથી સચિન મીના સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. સીમા વતી સુપ્રીમ કોર્ટના વકીલ એપી સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી શુક્રવારે રાષ્ટ્રપતિ સચિવાલયને મળી હતી. અરજીમાં સીમા (30)એ કહ્યું છે કે તે ગ્રેટર નોઈડામાં રહેતા સચિન (22)ના પ્રેમમાં છે અને તે તેની સાથે રહેવા માટે ભારત આવી છે.

પાકિસ્તાની નાગરિકનો દાવો છે કે તેણે હિંદુ ધર્મ અપનાવ્યો છે અને નેપાળના કાઠમંડુમાં પશુપતિનાથ મંદિરમાં હિંદુ વિધિ પ્રમાણે મીના સાથે લગ્ન કર્યા છે. સીમાએ કહ્યું, “માનનીય મેડમ, અરજદારને સચિન મીનાના રૂપમાં પ્રેમાળ પતિ, પિતા તરીકે સસરા, માતા સમાન સાસુની સાથે પ્રેમ અને ખુશી મળી છે, જે અરજદારને પહેલાં ક્યારેય મળી ન હતી. અરજદાર તમને વિનંતી કરે છે કે તમે તેના પર વિશ્વાસ કરો અને ઉચ્ચ શિક્ષિત ન હોય તેવી મહિલા પર દયા કરો.

સીમાએ અરજીમાં કહ્યું છે કે, 'જો તમે દયા કરશો તો અરજદાર આખી જીંદગી તેના પતિ, ચાર સગીર બાળકો અને સાસરિયાંના સંબંધીઓ સાથે વિતાવશે. અરજદાર આભારી રહેશે કે તમે તેણીને તક આપી અને તમે તેના માટે શક્તિ અને સમર્થનનો સ્ત્રોત બની શકો છો. અરજદાર આખરે ભારતમાં ગૌરવપૂર્ણ જીવન જીવી શકશે.

આ વચ્ચે શનિવારે એક વીડિયો સામે આવ્યો, જેમાં સીમા બીમાર જોવા મળી રહી છે અને ગ્લૂકોસ ડ્રિપ લઈ રહી છે. 'ગ્લુકોઝ ડ્રિપ' સામાન્ય રીતે ડીહાઇડ્રેશન અથવા લો બ્લડ સુગર લેવલથી પીડિત વ્યક્તિઓને આપવામાં આવે છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતની રહેવાસી સીમા કહે છે કે તે 2019-20માં ઓનલાઈન ગેમ PUBG રમતી વખતે સચિનના સંપર્કમાં આવી હતી અને બંનેએ વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર ચેટ કરવાનું શરૂ કર્યું હતું.

સીમા 13 મેએ નેપાળ થઈને બસમાં પોતાના ચાર બાળકો સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં દાખલ થઈ હતી. તેનું કહેવું છે કે તે ગ્રેટર નોઇડાના રબૂપુરા વિસ્તારમાં રહેતા સચિનની સાથે રહેવા આવી હતી. ચાર જુલાઈએ સ્થાનીક પોલીસે સીમાની ગેરકાયદેસર ભારતમાં પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી અને મીણાની ગેયકાયદેસર પ્રવાસીઓને શરણ આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનીક કોર્ટે સાત જુલાઈએ તેને જામીન આપી દીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news