જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ ગાંધી પર PM મોદીનો સીધો પ્રહાર

હરિયાણામાં જીતની હેટ્રિક બાદ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને બરાબર આડે હાથ લીધી. પીએમ મોદીએ કહ્યું કે ગીતાની ધરતી પર સત્ય, વિકાસ અને સુશાસનની જીત થઈ છે.

જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ ગાંધી પર PM મોદીનો સીધો પ્રહાર

હરિયાણામાં જીતની હેટ્રિક બાદ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને બરાબર આડે હાથ લીધી. પીએમ મોદીએ કહ્યું કે ગીતાની ધરતી પર સત્ય, વિકાસ અને સુશાસનની જીત થઈ છે. તમામ સમુદાયોએ અમારા પક્ષમાં મતદાન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં ભારતીય બંધારણ અને લોકતંત્રની જીત થઈ છે. નેશનલ કોન્ફરન્સને જીતની શુભેચ્છાઓ. ભાજપ મતોની ટકાવારીની રીતે સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે. જમ્મુ કાશ્મીરમાં દાયકાઓના ઈન્તેજાર બાદ આખરે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થઈ. મતોની ગણતરી થઈ, પરિણામો આવ્યા. આ ભારતના બંધારણની જીત છે. ભારતના લોકતંત્રની જીત છે. 

પીએમ મોદીએ કહ્યું, આજે હરિયાણામાં વિકાસની ગેરંટી જૂઠાણાં પર ભારે પડી ગઈ છે. હરિયાણામાં જનતાએ વિકાસના મુદ્દે ભાજપ માટે હેટ્રિક ફટકારી છે. ભાજપે તેમને કોંગ્રેસના કુશાસનમાંથી મુક્ત કર્યા, તેથી ગુજરાત અને મધ્યપ્રદેશની જનતા બે દાયકાથી વધુ સમયથી તેમના આશીર્વાદ આપી રહી છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે દેશના મોટાભાગના રાજ્યોના લોકોએ કોંગ્રેસ માટે નો એન્ટ્રીનું બોર્ડ લગાવી દીધુ છે. પહેલા કોંગ્રેસ વિચારતી હતી કે તે કામ કરે કે ન કરે, લોકો તો તેને મત આપશે જ. પરંતુ હવે કોંગ્રેસની પોલ ખૂલી ચૂકી છે. તેનો ડબ્બો ગૂલ થઈ ચૂક્યો છે. 

સત્તાને જન્મસિદ્ધ અધિકાર માને છે કોંગ્રેસ
ભાજપ મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ સત્તાને પોતાનો જન્મસિદ્ધ અધિકાર માને છે. સરકારમાં ન રહે ત્યારે કોંગ્રેસની હાલત જલ બિન મછલી જેવી થઈ જાય છે. આથી તે સરકારમાં આવ્યા બાદ દેશ અને સમાજને દાવ પર લગાવતા જરાય ખચકાતી નથી. 

રાહુલ ગાંધી પર પ્રહાર
પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર પણ આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે આજે આખો દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે કોંગ્રેસ આપણા સમાજમાં જાતિનું ઝેર ફેલાવવા પર ઉતરી છે. જે લોકો સોનાનો ચમચો મોઢામાં લઈને જન્મ્યા હોય તેઓ ગરીબને જાતિના નામે લડાવવા માંગે છે. આપણા દલિત, પછાત અને આદિવાસી સમાજે ભૂલવું ન જોઈએ કે આ કોંગ્રેસ જ છે જેણે તેમના પર સૌથી વધુ અત્યાચાર કર્યા છે. આ કોંગ્રેસ છે જેણે તેમને આટલા દાયકાઓ સુધી રોટી, પાણી, મકાનથી વંચિત રાખ્યા. 

તેમણે કહ્યું કે કોંગ્રેસનો પરિવાર દલિતો, પછાતો અને આદિવાસીઓને નફરત કરે છે, તેમનાથી ચીડાય છે. આજે જ્યારે દલિત, પછાત, આદિવાસી ટોચ સ્થાને જઈ રહ્યા છે તો તેમના પેટમાં ઉંદર દોડવા લાગે છે. કોંગ્રેસના આ શાહી  પરિવારે તો ડંકાની ચોટ પર કહ્યું કે તેઓ અનામત ખતમ કરી દેશે. દલિતો અને પછાતોનું અનામત છીનવીને કોંગ્રેસ પોતાની વોટબેંકને આપવા માંગતી હતી. હરિયાણામાં પણ એ જ કરવા જઈ રહી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news