હરિદ્વાર ધર્મસંસદમાં સમુદાય વિશેષ વિરુદ્ધ નિવેદનોનો મામલો, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

હરિદ્વારમાં થયેલી ધર્મસંસદ અને દિલ્હીના એક કાર્યક્રમમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ આપત્તિજનક નિવેદનો અંગે સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડની સરકાર સાથે દિલ્હી પોલીસને પણ નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. 

હરિદ્વાર ધર્મસંસદમાં સમુદાય વિશેષ વિરુદ્ધ નિવેદનોનો મામલો, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

નવી દિલ્હી: હરિદ્વારમાં થયેલી ધર્મસંસદ અને દિલ્હીના એક કાર્યક્રમમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ આપત્તિજનક નિવેદનો અંગે સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડની સરકાર સાથે દિલ્હી પોલીસને પણ નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. 

નિષ્પક્ષ SIT ની માગણી
અરજીમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ આપત્તિજનક નિવેદનબાજીની નિષ્પક્ષ SIT તપાસની માગણી કરાઈ છે. અરજીકર્તાએ ભડકાઉ ભાષણો આપનારા લોકોની તત્કાળ ધરપકડ કરવાની અને તેમના પર કેસ ચલાવવાની માગણી કરી છે. 

10 દિવસ બાદ સુનાવણી
હરિદ્વાર ધર્મ સંસદ મામલે સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવી છે જેના પર હવે 10 દિવસ બાદ સુનાવણી થશે. કોર્ટે એમ પણ કહ્યું કે આ પ્રકારના કેટલાક મામલા પહેલેથી પેન્ડિંગ છે. એ જોવાનું રહેશે કે શું આ મામલાને તેમની સાથે જોડવામાં આવે કે પછી અલગથી સુનાવણી થાય. 

અરજીકર્તાના વકીલ કપિલ સિબ્બલે 23 જાન્યુઆરીના રોજ અલીગઢમાં થનારી ધર્મ સંસદ રોકવાની માગણી કરી. કોર્ટે કહ્યું કે આ માટે તેઓ રાજ્ય સરકારને આવેદન આપે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news