2900 KM દૂર જાનૈયા સાથે લગ્ન કરવા જતા વરરાજા ચંદુની છૂટી ગઈ ટ્રેન, જાણો પછી શું થયું

Gitanjal Express Train: ભારતીય રેલવેએ હાવડામાં સરાઈઘાટ એક્સપ્રેસને થોડી મિનિટો માટે રોકવાની વ્યવસ્થા કરી જેથી વરરાજાની સાથે ગીતાંજલિ એક્સપ્રેસમાં આવતી જાન સામેલ જાનૈયા સરાઈઘાટ એક્સપ્રેસમાં બેસી શકે.

2900 KM દૂર જાનૈયા સાથે લગ્ન કરવા જતા વરરાજા ચંદુની છૂટી ગઈ ટ્રેન, જાણો પછી શું થયું

Indian Railway: ભારતીય રેલવેએ આજે ફરી એક વખત સાબિક કરી દીધું છે ભારતીય રેલવે કંઈ પણ કરી શકે છે. રેલવેએ એક એક્સપ્રેસ ટ્રેનને હાવડા ખાતે રોકવાની વ્યવસ્થા કરી જેથી વરરાજા સાથે જાનના મહેમાનો ટ્રેનમાં બેસી શકે.

ચંદુ નામનો યુવક તેના લગ્નમાં હાજરી આપવા માટે 35 મહેમાનો સાથે મહારાષ્ટ્રના કલ્યાણથી આસામના ગુવાહાટી જઈ રહ્યો હતો. આ માટે તેણે ગીતાજંલિ એક્સપ્રેસમાં કલ્યાણથી હાવડા અને પછી હાવડાથી ગુવાહાટી સરાઈઘાટ એક્સપ્રેસમાં ટિકિટ બુક કરાવી હતી.

પરંતુ ગીતાંજલિ એક્સપ્રેસ ત્રણ કલાકથી વધુ મોડી હતી, જેના કારણે દરેક વ્યક્તિ સરાઈઘાટ એક્સપ્રેસ ચૂકી શકે છે. જેના કારણે વરરાજો પણ સમયસર લગ્નમાં પહોંચી શકે તેમ ન હતું. પરંતુ રેલવેના કારણે વરરાજા સહિત સૌ કોઈ સરાઈઘાટ એક્સપ્રેસ પકડવામાં સફળ રહ્યા હતા.

વરરાજાએ સોશિયલ મીડિયાની માંગી મદદ 
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતીય રેલવેને ટેગ કરતા યુવકે લખ્યું કે, "તાત્કાલિક મદદની જરૂર છે. અમે 35 લોકો છીએ જેઓ મારા લગ્નમાં હાજરી આપવા માટે ગીતાંજલિ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા છીએ. પરંતુ અમારી ટ્રેન 3.5 કલાક મોડી ચાલી રહી છે. અમારે હાવડાથી સરાઈઘાટ એક્સપ્રેસ પકડવાની છે જે સાંજે 4:00 વાગ્યે ઉપડે છે, જે હવે મુશ્કેલ લાગે છે. કૃપા કરીને મદદ કરો."

— Chandu (@chanduwagh21) November 15, 2024

જે બાદ ભારતીય રેલવેએ ટ્રેનને રોકીને તમામ લોકોને સરાઈઘાટ એક્સપ્રેસમાં ચડાવી દીધા હતા. પૂર્વોત્તર રેલવેએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, "ભારતીય રેલવેએ સરાઈઘાટ એક્સપ્રેસને હાવડા ખાતે થોડી મિનિટો માટે રોકવાની વ્યવસ્થા કરી જેથી વરરાજા સાથે ગીતાંજલિ એક્સપ્રેસમાં આવતી જાનમાં સામેલ જાનૈયા સરાઈઘાટ એક્સપ્રેસને પકડી શકે. જાનૈયાએ આ મદદ માટે રેલવેનો આભાર માન્યો છે.

— Eastern Railway (@EasternRailway) November 15, 2024

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news