તમારે બાકી છે? આધારથી પાન લિંક ના કરનાર લોકોના દંડથી ઉભરાઈ સરકારની તિજોરી, આ રીતે ચેક કરો Status
Pan Aadhaar Link Online: સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, 1 જુલાઈ 2023થી ડિએક્ટિવેટ પેનને આધાર સાથે લિંક કરવા માટે સરકાર 1000 રૂપિયા દંડ તરીકે વસૂલ કરે છે.
Trending Photos
PAN-Aadhaar linking update: પેન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની છેલ્લી તારીખ આખરી નીકળી ગઈ છે. જોકે, ઘણા મીડિયા રિપોર્ટના મતે લોકોને વિનંતી કરવામાં આવી છે કે 31 ડિસેમ્બર 2024 સુધી તે પેન કાર્ડને આધાર કાર્ડ સાથે જરૂરથી લિંક કરી દેજો.
ઈટીએ મીડિયા રિપોર્ટોના હવાલાથી લખ્યું છે કે છેલ્લી તારીખ સુધી પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં નહીં આવે તો સરકાર તેણે ડિએક્ટિવેટ કરી શકે છે. જોકે, આધાર કાર્ડ વગર લિંક ના થયેલા પેન કાર્ડ 1 જુલાઈ 2023થી ડિએક્ટિવેટ થઈ ગયા છે. સરકારે પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 નક્કી કરી હતી.
દરેક વ્યક્તિ પાસેથી 1000 રૂપિયા વસૂલી રહી છે સરકાર
સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, 1 જુલાઈ 2023થી ડિએક્ટિવેટ પેનને આધારથી લિંક કરવા માટે સરકાર 1000 રૂપિયા દંડ વસૂલી રહી છે. ફેબ્રુઆરીમાં નાણાકીય રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, 29 જાન્યુઆરી 2024 સુધી અમુક શ્રેણીઓને છોડીને 11.48 કરોડ પેન, આધાર કાર્ડથી લિંક થયા નહોતા.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે 30 જૂન 2023ની સમય મર્યાદા બાદ પેન અને આધારને લિંક ના કરનાર વ્યક્તિઓ પાસેથી 1000 રૂપિયાનો વિલંબ દંડથી સરકારે 1 જુલાઈ 2023થી 31 જાન્યુઆરી 2024 સુધી કુલ 601.97 કરોડ રૂપિયાની વસૂલી કરી છે.
પેન કાર્ડ આધારથી લિંક છે કે નહીં કેવી રીતે ચેક કરશો?
તેના માટે સૌથી પહેલા તમારે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જવાનું રહેશે. ત્યારબાદ ઈ-ફાઈલિંગ પોર્ટલના હોમપેજ પર ક્વિક લિંક સેક્શનમાં Link Aadhaar Status પર ક્લિક કરો. ત્યારબાદ પોતાનો પેન અને આધાર નંબર દાખલ કરો અને પછી View Link Aadhaar Status પર ક્લિક કરો. ત્યારબાદ તમને ડિસ્પલે પર એવું દેખાડશે કે પેન કાર્ડ આધાર કાર્ડથી લિંક છે કે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે