Greta Thunberg Toolkit Case : સુનાવણી દરમિયાન કોર્ટમાં રડવા લાગી એક્ટિવિસ્ટ દિશા રવિ, 5 દિવસના રિમાન્ડ મંજૂર

સુનાવણી દરમિયાન રવિ કોર્ટમાં રડી પડી અને જજને કહ્યું કે, તેણે માત્ર બે લાઇન એડિટ કરી હતી અને તે કિસાન આંદોલન (Kisan andolan) નું સમર્થન કરવા ઈચ્છતી હતી. ડ્યૂટી મેજિસ્ટ્રેટ દેવ સરોહાએ દિલ્હી પોલીસને રવિની પૂછપરછ માટે પાંચ દિવસની કસ્ટડીની મંજૂરી આપી છે. 

Greta Thunberg Toolkit Case : સુનાવણી દરમિયાન કોર્ટમાં રડવા લાગી એક્ટિવિસ્ટ દિશા રવિ, 5 દિવસના રિમાન્ડ મંજૂર

નવી દિલ્હીઃ કિસાનોના પ્રદર્શન સાથે જોડાયેલી 'ટૂલકિટ' સોશિયલ મીડિયા પર શેર કરવાની સંડોવણી સાથે જોડાયેલા મામલામાં દિલ્હીની એક કોર્ટે રવિવારે 21 વર્ષીય જલવાયુ કાર્યકર્તાને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી છે. દિશા રવિ (disha ravi) ની દિલ્હી પોલીસની સાઇબર સેલની ટીમે શનિવારે બેંગલુરૂથી ધરપકડ કરી હતી. પોલીસે રવિવારે રવિને કોર્ટમાં રજૂ કરી અને તેના સાત દિવસ માટે પોલીસ કસ્ટડીમાં  મોકલવાની વિનંતી કરી હતી. પોલીસે કહ્યું કે, ભારત સરકાર વિરુદ્ધ કથિત રીતે મોટા સ્તર પર ષડયંત્ર રચવા અને ખાલિસ્તાની આંદોલનમાં ભૂમિકાને લઈને તપાસ કરવા માટે કસ્ટડીની જરૂર છે. 

ટૂલકિટ એડિટ કરવાની વાત સ્વીકારી
સુનાવણી દરમિયાન રવિ કોર્ટમાં રડી પડી અને જજને કહ્યું કે, તેણે માત્ર બે લાઇન એડિટ કરી હતી અને તે કિસાન આંદોલન (Kisan andolan) નું સમર્થન કરવા ઈચ્છતી હતી. ડ્યૂટી મેજિસ્ટ્રેટ દેવ સરોહાએ દિલ્હી પોલીસને રવિની પૂછપરછ માટે પાંચ દિવસની કસ્ટડીની મંજૂરી આપી છે. જલવાયુ કાર્યકર્તાની કસ્ટડીની વિનંતી કરવા સમયે પોલીસે કોર્ટને કહ્યું કે, આરોપીએ ત્રણ ફેબ્રુઆરીએ કથિત રીકે ટૂલકિટ સંપાદિત કરી અને આ મામલામાં અન્ય ઘણા લોકો પણ સામેલ છે. 

મોબાઇલ ફોન જપ્ત, આગલ થશે તપાસ
તેમણે કોર્ટને જાણ કરી કે પોલીસે રવિનો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો છે. આ પહેલા દિલ્હી પોલીસે શુક્રવારે ગૂગલ અને અન્ય એક સોશિયલ મીડિયા કંપનીઓ પાસે ટૂલકિન બનાવનાર સાથે જોડાયેલ ઈ-મેલ આઈડી, ડોમેન યૂઆરએલ અને કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટની જાણકારી આપવા કહ્યું હતું. જલવાયુ પરિવર્તન કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) અને અન્યએ આ ટૂલકિટ ટ્વિટર પર શેર કરી હતી. 'ટૂલ કિટ'માં ટ્વિટર દ્વારા કોઈપણ અભિયાનને ટ્રેન્ડ કરાવવા સંબંધિત દિશાનિર્દેશ અને સામગ્રી હતી. 

દિલ્હી પોલીસે નોંધી છે ફરિયાદ
દિલ્હી પોલીસના સાઇબર વિભાગે 'ભારત સરકાર વિરુદ્ધ સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક યુદ્ધ છેડવાના લક્ષ્યથી 'ટૂલકિટ'ને ખાલિસ્તાન સમર્થક' નિર્માતાઓ વિરુદ્ધ ગુરૂવારે FIR નોંધી હતી. સાથે અજાણ્યા લોકો વિરુદ્ધ આપરાધિક ષડયંત્ર, રાજદ્રોહ અને અન્ય આરોપમાં ઈન્ડિયન પીનલ કોડની કલમ હેઠળ કેસ દાખલ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news