TikTok ભારતમાં થઈ શકે છે Relaunch, Bytedance એ ભર્યું આ નવું પગલું
જો તમે દેશમાં TikTok બેન હોવાથી નિરાશ છો, તો તમારા માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતમાં ફરી એકવાર TikTok વાપસી કરી શકે છે. ટેક કંપની Bytedance આ શોર્ટ વીડિયો એપને (Short Video App) ભારતમાં લાવવા માટે એક મોટું પગલું ભરી રહી છે
Trending Photos
નવી દિલ્હી: જો તમે દેશમાં TikTok બેન હોવાથી નિરાશ છો, તો તમારા માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતમાં ફરી એકવાર TikTok વાપસી કરી શકે છે. ટેક કંપની Bytedance આ શોર્ટ વીડિયો એપને (Short Video App) ભારતમાં લાવવા માટે એક મોટું પગલું ભરી રહી છે. જો બધું જ બરાબર રહ્યું તો તમે ફરીથી આ એપનો આનંદ માણી શકશો.
સરકાર સાથે ચાલી રહી છે વાત
આ વચ્ચે Bloomberg ન્યૂઝના અહેવાલથી સમાચાર આવ્યા હતા કે ટૂંક સમયમાં ભારતમાં ટિક-ટોકની વાપસી થઈ શકે છે. સૂત્રોના અનુસાર કંપનીનો સંપૂર્ણ પ્રયત્ન છે કે, ટિક-ટોક પર લગાવવામાં આવેલો પ્રતિબંધ સરકાર હટાવી લે. Bytedance હવે તેની સૌથી પોપ્યુલર TikTok એપને ભારતીય બિઝનેસ એક દેશી ટેક કંપની Glance ને વેચી શકે છે. તમને જણાવી દઇએ કે, Glance એપ એક ભારતીય કંપની InMobi Group દ્વારા સંચાલિત છે. આ કંપનીની એક પોપ્યુલર Roposo એપ પણ છે.
પ્રતિબંધ પહેલા ભારતમાં ટિક ટોકનો કારોબાર ખૂબ જ ચાલ્યો હતો. પરંતુ પ્રતિબંધ બાદ કંપનીને મોટું નુકસાન થયું છે. કંપની ભારત સરકાર સાથે વાતચીત કરી ટિક-ટોકને ફરી શરૂ કરવા ઇચ્છે છે જેનાથી તેના કારોબારને પહેલાની જેમ ગતી મળી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે