Kisan Andolan: સંસદમાં વિપક્ષનો હંગામો, લોકસભામાં સરકાર બોલી- કિસાનોના મુદ્દે ચર્ચા માટે તૈયાર

લોકસભામાં કૃષિ અને કલ્યાણ મંત્રી તોમરે કહ્યુ કે, અમે કિસાનોના મુદ્દા પર વાતચીત માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ તે માટે ગૃહને કોઈપણ વિક્ષેપ વગર ચાલવા દેવામાં આવે. જો હોબાળો ન થયો હોત તો ચર્ચા શરૂ થઈ હોત.
 

Kisan Andolan: સંસદમાં વિપક્ષનો હંગામો, લોકસભામાં સરકાર બોલી- કિસાનોના મુદ્દે ચર્ચા માટે તૈયાર

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયકા (Farm Laws) મુદ્દે આજે સંસદમાં હંગામો થયો હતો. રાજ્યસભાની કાર્યવારી વારંવાર સ્થગિત થઈ તો લોકસભાની કાર્યવાહી આગળ વધી શકી નહીં. વિપક્ષના સાંસદોના હંગામા પર સરકારે લોકસભામાં સ્પષ્ટ કહ્યુ કે, હોબાળો ન કરો, ગૃહનો સમય ખરાબ થઈ રહ્યો છે. અમે કિસાનોના મુદ્દા પર ગૃહની અંદર અને બહાર ચર્ચા માટે તૈયાર છીએ.

મંગળવારે કિસાનોના મુદ્દાને લઈને વિપક્ષના હંગામાને કારણે ગૃહની કાર્યવાહી વારંવાર સ્થગિત થતી રહી. સાંજે 5 કલાકે હંગામો એટલો વધી ગયો કે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar) એ કહ્યુ કે, મોદી સરકાર કિસાનોના મુદ્દા પર ચર્ચા કરવા હંમેશા પ્રતિબદ્ધ છે. વિપક્ષી સભ્યોના હોબાળા વચ્ચે તેમણે કહ્યુ કે, ગૃહની અંદર કે બહાર સરકાર કિસાનોના મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. હંગામેને કારણે પહેલા ગૃહને સાંજે સાત કલાક સુધી સ્થગિત કરવામાં આવ્યું, ત્યારબાદ કાલે (બુધવાર) સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું. 

અધીરનો દાવો- 170 કિસાનોના મોત, સ્થિતિ બ્રિટિશ કાળ જેવી
તોમરનો જવાબ લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી (adhir Ranjan Chaudhary) ના તે દાવા બાદ આવ્યુ, જેમાં તેમણે કહ્યુ કે, ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન 170 કિસાનોના મોત થયા. તેમણે આરોપ લગાવ્યો કે, કિસાનો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. સ્થિતિ બ્રિટિશ કાળ જેવી છે. કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી, સપા અને બીએસપીના સભ્ય વેલમાં આવી ગયા તો સ્પીકર ઓમ બિરલાએ અપીલ કરી કે તે પરત પોતાની જગ્યા પર જતા રહે જેથી ગૃહનું કામકાજ સામાન્ય રીતે થઈ શકે. 

વાતચીત માટે તૈયાર, ગૃહ ચાલવા દો
લોકસભામાં કૃષિ અને કલ્યાણ મંત્રી તોમરે કહ્યુ કે, અમે કિસાનોના મુદ્દા પર વાતચીત માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ તે માટે ગૃહને કોઈપણ વિક્ષેપ વગર ચાલવા દેવામાં આવે. જો હોબાળો ન થયો હોત તો ચર્ચા શરૂ થઈ હોત.

તોમરે મંગળવારે કહ્યુ કે, સરકારે પાછલા ઘણા વર્ષોથી કૃષિ સુધારાના સંબંધમાં તમામ પક્ષકારોની સાથે વાર્તા કરી છે અને નવા કૃષિ કાયદા સાથે જોડાયેલા મુદ્દાના સમાધાન માટે સરકાર અને આંદોલનકારી કિસાન સંગઠનો વચ્ચે 11 રાઉન્ડની ચર્ચામાં કાયદામાં સંશોધનથી લઈને સરકારે એક બાદ એક ઘણા પ્રસ્તાવ રાખ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news