ક્યારે ઘટશે Petrol-Diesel ના ભાવ? પેટ્રોલિયમ મિનિસ્ટરે આપ્યો આ જવાબ
Petrol-Diesel Price : દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાક રાજ્યોમાં તો કિંમતો 100 રૂપિયા પર પહોંચી ગઈ છે. ત્યારે દેશના પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને મોટુ નિવેદન આપ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan) એ પેટ્રોલ અને ડીઝલ (Petrol-diesel) ના વધતા ભાવ પર કહ્યુ કે, આવુ આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજીથી થયું છે. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, જ્યારે કોરોના આવ્યો તો દુનિયામાં ડિમાન્ડ ઘટી ગઈ. સપ્લાઈ બંધ થઈ ગઈ. છ મહિના પહેલા ઓપેકે દાવો કર્યો હતો કે જાન્યુઆરીમાં સપ્લાઈ વધારી દેશું. તેનાથી વિપરીત તેણે સપ્લાઈ ઘટાડી દીધી. છ-આઠ મહિના પહેલા જે પ્રોડક્શન લેવલ હતું, તેને પણ ઘટાડી દેવામાં આવ્યું. આ ડિમાન્ડ-સપ્લાઈનો મુદ્દો છે. આ કારણે ભારતમાં ભાવ વધારો થયો છે.
પેટ્રોલમિયમ મિનિસ્ટરે કહ્યુ, કાચા તેલના રિફાઇનિંગ ખર્ચ સિવાય વિકાસના કામો માટે પણ પૈસાની કમી હતી. જનકલ્યાણ વિકાસ માટે સંસાધન જોઈએ. તેના કારણે સેસ લગાવવામાં આવ્યો. અમે પ્રોડક્શન કરતા દેશોને કહ્યું છે કે ગ્રાહક દેશોના હિતનું વિચારે. તેને પર તે કોઈ પગલા ભરશે.
બજેટમાં લાગેલા એગ્રીકલ્ચર સેસ પર પ્રધાને કહ્યુ, પ્રથમવાર થયું છે કે સેસ એગ્રીકલ્ચરમાં જાય, શું સિંચાઈ ન થવી જોઈએ, એમએસપીમાં વધારો ન થવો જોઈએ. પ્રથમવાર કિસાનોના હિતમાં પૈસા ખર્ચ થઈ રહ્યાં છે. તે માટે સરકારે રણનીતિ બનાવી છે. પ્રધાને કહ્યુ કે, 2012-13મા યૂપીએ સરકારે 33 હજાર કરોડની એમએસપી આપી હતી જે આ વર્ષે 1 લાખ 75 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સ્થિતિ કઠોળ અને ડાંગરની છે. આ પૈસા કિસાનોના ખાતામાં ગયા. આ સિવાય કિસાન સન્માન નિધિ હેઠળ કરોડો કિસાનોને છ હજાર રૂપિયા આપવામાં આવ્યા.
છતાં કિસાન આંદોલન કરી રહ્યાં છે, આ સવાલ પર પેટ્રોલિયમ મિનિસ્ટરે કહ્યુ કે, અનાજનો પાક આંધ્ર પ્રદેશ, ઓડિશાથી પણ ખરીદવામાં આવ છે. ઘઉં યૂપીથી પણ આવે છે. તેથી તે કહેવું ખોટુ છે કે માત્ર પંજાબથી ખરીદી કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે