એક અઠવાડિયામાં મોદી સરકારે ખેડૂતોને આપી બીજીવાર રહાત, લીધો આ મોટો નિર્ણય
ડુંગળી પર નિકાસ પ્રોત્સાહનને બમણું કરવામાં આવ્યું હવે વટાણાન આયાત પર રોકની સમય સીમા વધારી દીધી છે. વાણિજ્ય મંત્રાલયે સોમવારે વટાણા આયાત પર પ્રતિબંધ ત્રણ મહિના વધારી 31 માર્ચ સુધી કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હી: ગત એક અઠવાડીયાની અંદર સરકારે ખેડુતોને બીજીવાર રાહત આપી છે. પહેલા ડુંગળી પર નિકાસ પ્રોત્સાહનને બમણું કરવામાં આવ્યું હવે વટાણાન આયાત પર રોકની સમય સીમા વધારી દીધી છે. વાણિજ્ય મંત્રાલયે સોમવારે વટાણા આયાત પર પ્રતિબંધ ત્રણ મહિના વધારી 31 માર્ચ સુધી કરી દીધી છે. તેનાથી સસ્તા આયાત પર રોક લગાવવાની સાથે જ ઘરેલુ બાજરમાં ભાવને યોગ્ય સ્તર લાવવામાં મદદ મળશે. વિદેશી વેપારના નિયામક મંડળે એક નોટિસમાં કહ્યું કે મંત્રાલયે એક જાન્યૂઆરી 2019થી 31 માર્ચ 2019 સુધી વટાણાની આયાત પર રોક લગાવી દીધી છે.
આ પહેલા સપ્ટેમ્બરમાં ત્રણ મહિના માટે આયાત પર રોક લગાવી દીધી હતી. જેનો સમયગાળો સોમવારે સમાપ્ત થઇ રહ્યો છે. ભારત દુનિયામાં કઠોળનો સૌથી મોટો ઉત્પાદક છે. વર્ષ 2018-19માં કઠોળનું ઉત્પાદન 2.4 કરોડ ટન પહોંચાડવાનું લક્ષ્ય છે. આ 2017-18 ના 2.39 કરોડ ટનથી થોડું વધારે છે.
પાછલા દિવસોમાં ડુંગળીના ભાવમાં ઘટાડાથી ઉભી થઇ રહેલી ચિંતાઓની વચ્ચે તેમની નિકાસને વધારો આપવા અને ખેડુતોને વધું વળતર મળે તેની કવાયતના અંતર્ગત આ પગલા ઉઠાવ્યા છે. હાલમાં, ડુંગળીના નિકાસકારોને ભારતમાંથી કોમોડિટી નિકાસ યોજના (એમઇઆઇએસ)ના અંતર્ગત (એમએઆઇએસ) નવા પાક માટે 5 ટકાનું નિકાસ પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે. આ યોજના 12 જાન્યુઆરી 2019 સુધી લાગુ હતી.
આ યોજનાને પણ આવતા વર્ષે 30 જુન સુધી વિસ્તૃત કરવામાં આવી છે. એક અધિકારીએ નિવેદન આપતા કહ્યું કે, સરકારે ખેડુતોના હિતમાં એમએઆઇએસ અંતર્ગત હાજર 5 ટકાનું પ્રોત્સાહનને વધારી 10 ટકા કરી દીધું છે. તેમાં કહેવામાં આવ્યું કે ઘરેલુ બજારમાં ડુંગળીનો વધારે ભાવ મળશે. બજારોમાં નવા પાકના આગમનને લીધે, ડુંગળીની છૂટક કિંમતમાં ઘણો ઘટાડો થયો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે નિકાસમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે જેથી ઘરેલું કિંમતોમાં સ્થિરતા આવે.
(ઇનપુટ ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે