Gold: સોનામાં આ રીતે રોકાણ કરશો તો ચોક્કસ થશે ધનના ઢગલા, જો જો...સોનેરી તક ન છોડતા!

સામાન્ય રોકાણકારો સોનામાં રોકાણને લઈને હંમેશા ભ્રમની સ્થિતિમાં જોવા મળે છે. ખાસ કરીને ભારતના લોકોનો ઝૂકાવ ગોલ્ડ જ્વેલરીમાં હોય છે. પરંતુ હવે ગોલ્ડ બોન્ડ અને બીજા દ્વારા પણ સોનામાં રોકાણ થાય છે. આવા રોકાણ તમને લાંબા ગાળે માલામાલ કરી શકે છે.

Gold: સોનામાં આ રીતે રોકાણ કરશો તો ચોક્કસ થશે ધનના ઢગલા, જો જો...સોનેરી તક ન છોડતા!

નવી દિલ્હી: સોના (Gold) ના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યાં છે. છેલ્લા એક મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારથી લઈને ઘરેલુ બજારોમાં સોનાની કિંમતોમાં ભારે તેજી જોવા મળી છે. આ વર્ષે સોનું અત્યાર સુધીમાં 35 ટકાથી વધુ રિટર્ન આપી ચૂક્યું છે. બજારના જાણકારોનું માનીએ તો આગળ પણ સોનાના ભાવમાં મોટી તેજી જોવા મળી શકે છે. સોનામાં રોકાણ એક સુરક્ષિત ઈન્સ્ટ્રુમેન્ટ છે. કોરોના વાયરસના દોરમાં અને અમેરિકા-ચીન વચ્ચે વેપાર યુદ્ધે ભાવને સપોર્ટ કર્યો છે. દુનિયાભરના શેર બજારોમાં વોલેટિલિટી બનેલી છે. 

અમેરિકી ફેડરલ રિઝ્વની બેઠક બાદ સોનામાં હળવી નબળાઈ જોવા મળી રહી છે પરંતુ એક્સપર્ટ માને છે કે આ એક નાના સમયગાળા માટે છે. સામાન્ય રોકાણકારો સોનામાં રોકાણને લઈને હંમેશા ભ્રમની સ્થિતિમાં જોવા મળે છે. ખાસ કરીને ભારતના લોકોનો ઝૂકાવ ગોલ્ડ જ્વેલરીમાં હોય છે. પરંતુ હવે ગોલ્ડ બોન્ડ અને બીજા દ્વારા પણ સોનામાં રોકાણ થાય છે. આવા રોકાણ તમને લાંબા ગાળે માલામાલ કરી શકે છે. અમારી સહયોગી વેબસાઈટના અહેવાલ મુજબ કોર ટ્રી વેલ્થ એડવાઈઝરીના બ્રિજેશ પરનામીએ સમજાવ્યું કે કેવી રીતે ગોલ્ડના બીજા ઓપ્શન્સ રોકાણ તરીકે અન્ય કરતા સારા છે. 

સોનામાં તેજીના કારણ
-અમેરિકા અને ચીન વચ્ચે તણાવની અસર
- સુરક્ષિત રોકાણ માટે સોનામાં રોકાણ વધ્યું.
- ડોલરની સરખામણીમાં રૂપિયામાં આવેલી નબળાઈ પણ કારણ.
- વૈશ્વિક કારણોસર સોનામાં વધી તેજી.

રોકાણ માટે સોનું કેવું
- સોનામાં રોકાણનો અર્થ ઘરેણા ખરીદવા તે નથી.
- ફાઈનાન્શિયલ અસેટ તરીકે સોનું ખરીદવાનું છે. 
- ગોલ્ડ MF કે ગોલ્ડ ETF રોકાણ માટે સારા વિકલ્પ છે.
- ફિઝિકલ ગોલ્ડ રોકાણનો સારો વિકલ્પ નથી. 

ફિઝિકલ ગોલ્ડ
ફિઝિકલ ગોલ્ડમાં સોનાથી બનેલા ઘરેણા, સોનાના સિક્કા, સોનાની ઈંટ/બિસ્કિટ અને ગોલ્ડ સેવિંગ્સ સ્કિમ આવે છે. 

પેપર ગોલ્ડ
ગોલ્ડ ETF પેપર ગોલ્ડ કહેવાય છે. જેમાં સોવરેન ગોલ્ડ બોન્ડ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ, અને ડિઝિટલ ગોલ્ડ સામેલ છે. 

સોનામાં રોકાણ કેટલું સુરક્ષિત
- સોનું તમે કયા સ્વરૂપે ખરીદી રહ્યાં છો, તેના પર સુરક્ષા નિર્ભર કરે છે. 
- સોનાના ઘરેણા/લગડી માટે સુરક્ષાના ઈન્તેજામ જરૂરી છે. 
- ગોલ્ડ બોન્ડ્સ, ગોલ્ડ ETF જેવા વિકલ્પ વધુ સુરક્ષિત
- પેપર ફોર્મ ગોલ્ડમાં મેનેજમેન્ટ ખર્ચ ખુબ ઓછો છે. 
- લાંબા સમયના લક્ષ્યાંકો માટે પેપર ગોલ્ડ ખરીદવા યોગ્ય.

ફિઝિકલ ગોલ્ડ
સર્ટિફાઈડ ગોલ્ડ બાર ખરીદવો વધુ સારું. ગોલ્ડ બારને સુરક્ષિત સ્થળે રાખવો પડશે. કારણ કે તેની ચોરીની શક્યતા રહે છે. આ જ હાલ ગોલ્ડ જ્વેલરી સાથે છે. સોનાના દાગીનાનું મેનેજમેન્ટ કરવું ખુબ ખર્ચાળ હોય છે. ઘરેણાની સુરક્ષા કરવાની ચિંતા પણ રહે છે. સોનાના દાગીના પર મેકિંગ ચાર્જ પણ આપવા પડે છે. 

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ
- આ પણ એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ છે. 
- તેમા રોકાણકારોના પૈસા સોનામાં લાગે છે. 
- ફંડ મેનેજર રોકાણકારોની રકમનું ધ્યાન રાખે છે.
- બજારના હાલાતની અસર ફંડના રિટર્ન પર પડે છે. 
- જોખમ લેવાની ક્ષમતાના આધારે રોકાણ કરો.

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ
- બજારમાં વધુ ઉતાર ચઢાણ, રોકાણ માટે યોગ્ય સમય.
- ગોલ્ડ ફંડને હેજ ફંડની જેમ ઉપયોગ કરો.
- પોર્ટફોલિયોમાં ગોલ્ડ ફંડને સામેલ કરવો જોઈએ. 
- પોર્ટફોલિયોના ડાયરવર્સિફિકેશનથી મળે છે ફાયદો.

કોણ કરાવશે વધુ ફાયદો
- ઘરેણા ખરીદવા યોગ્ય રોકાણ ગણાતું નથી.
- ઘરેણાની જગ્યાએ ગોલ્ડ ફંડ્સ વધુ સુરક્ષિત છે. 
- રોકાણની રકમનો ફંડ મેનેજર્સ ધ્યાન રાખે છે. 
- ઘરેણામાં સોનાની શુદ્ધતા પર સવાલ તોળાયેલો રહે છે. 
- ઘરેણા જૂના થાય તો કિંમત ઘટે છે. 

ગોલ્ડ ETF
- ગોલ્ડ ETF એટલે કે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ
- શેરોની જેમ જ કરી શકો છો રોકાણ
- ગોલ્ડ ETFની કિંમત સોનાના ભાવ પર નિર્ભર
- રોકાણ માટે ટ્રેન્ડિંગ અને ડીમેટ એકાઉન્ટ જરૂરી
- એકસાથે કે નિયમિત સમયગાળા માટે લગાવી શકો છો પૈસા

ગોલ્ડ ETFથી રિટર્ન
- છેલ્લા એક વર્ષમાં ગોલ્ડ ETFએ સરેરાશ 28 ટકા રિટર્ન આપ્યું છે. 
- માર્કેટમાં ઉતાર ચઢાવ અને નબળો રૂપિયો કારણ બન્યુ.
- ગોલ્ડ ETFનું 10 વર્ષનું સરેરાશ રિટર્ન 8.12 ટકા છે. 

ગોલ્ડ બોન્ડમાં રોકાણ
- સરકાર તરફથી બહાર પડે છે.
- ભારતીય રિઝર્વ બેંક બહાર પાડે છે.
- ગોલ્ડ બોન્ડમાં 8 વર્ષ માટે રોકાણ.
- પાંચમા, છઠ્ઠા, સાતમા વર્ષે નીકળી શકો છો.
- કોઈ પણ વ્યક્તિ, HUF, ટ્રસ્ટ ખરીદી શકે છે. 
- યુનિવર્સિટી, ધાર્મિક સંસ્થાઓ પણ લઈ શકે છે. 

કયો વિકલ્પ સારો...
- ગોલ્ડ ETF, ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું સારું.
- પેપર ફોર્મમાં સોનાની સુરક્ષાની ચિંતા રહેતી નથી.
- સોનાને સ્ટોર કરવાની ઝંઝટ રહેતી નથી.
- સોનાના ઘરેણાના મેનેજમેન્ટમાં ખર્ચ વધુ આવે છે. 
- ગોલ્ડ ETF કે ગોલ્ડ MFમાં ખર્ચ બહુ ઓછો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news