કોરોના ભારતની અર્થવ્યવસ્થાને ભાંગીને ભૂક્કો કરી નાંખશે, જુઓ શું કહે છે ADBનો રિપોર્ટ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Corona virus)સંક્રમણ અને તેના બાદ 21 દિવસના લોકડાઉનથી તનારા આર્થિક નુકસાન પર વિવિધ રિપોર્ટસ સામે આવી રહ્યાં છે. કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને કારણે દુનિયાભરમાં પેદા થયેલા હેલ્થ ઈમરજન્સીની વચ્ચે એશિયાઈ વિકાસ બેંકે (ADB) અનુમાન વ્યક્ત કર્યું છે કે, ફાઈનાન્શિયલ વર્ષ 2021માં ભારતનો આર્થિક વિકાસ દર (GDP) ઘટીને 4 ટકા પર પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે, માર્કેટમાં ગત વર્ષે આવેલી સુસ્તી બાદથી જ ભારતનો વિકાસ દર ઘટતો ગયો હતો. ફાઈનાન્શિયલ વર્ષ 2019માં તે 6.1 ટકાથી ઘટીને 5 ટકા રહી ગયો હતો. સરકારે 2020-21માં વિકાસ દર 6 થી 6.5 ટકા રહેવાની આશા વ્યક્ત કરી હતી.
ગાઝિયાબાદની હોસ્પિટલમાં તબલિગી જમાતના દર્દીઓ પેન્ટ વગર ફરે છે, નર્સો થઈ હેરાન-પરેશાન
માત્ર 4 ટકા રહેશે વિકાસ દર
એડીબી બેંકના અધ્યક્ષ મસાત્સુગુ અસાકાવાએ કહ્યું કે, અનેકવાર અનેક ચેલેન્જિસભર્યો સમયનો સામનો કરવો પડે છે. કોવિડ-19 થી વિશ્વભરમાં લોકોની જિંદગી પ્રભાવિત થઈ છે અને ઉદ્યોગો તેમજ આર્થિક ગતિવિધિઓ પણ પ્રભાવિત થઈ છે. બેંકે પોતાના એશિયન ડેવલપમેન્ટ આઉટલુક (ADO) 2020માં કહ્યું છે કે, ભારતમાં સકળ ઘરેલુ ઉત્પાદની વૃદ્ધિ આગામી ફાઈનાન્શિયલ વર્ષમાં 6.2 ટકા સુધી મજબૂત થવા પહેલા ફાઈનાન્શિયલ વર્ષ 2021માં ઘટીને 4 ટકા રહી શકે છે.
અમદાવાદ : કોરોનાના નવા દર્દીમાં નિઝામુદ્દીન કનેક્શન નીકળ્યું, તો 7 વર્ષની બાળકી પણ ઝપેટમાં....
6 થી 6.5 ટકા જીડીપીની આશા
કહેવાયુ છે કે, દેશની અર્થવ્યવસ્થા હાલ ધીરે રહેશે. નવા આર્થિક સરવેમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2020-21માં ભારતની સકળ ઘરેલુ ઉત્પાદ વિકાસ દર (GDP Growth rate) 6 થી 6.5 ટકા રહેવાની શક્યતા છે. આર્થિક સર્વેક્ષણ 2019-20 (Economc Survey) માં સરકારે હાલની સ્થિતિના હિસાબે કહ્યું હતું કે, આગામી વર્ષમાં વિકાસ દર ધીમો રહેશે. હાલની ફાઈનાન્શિયલ વર્ષ 2019-20માં વિકાસ દર 5 ટકા છે. સૌથી ગંભીર બાબત એ છે કે, વિકાસ દર ગત 11 વર્ષમાં સૌથી નીચા સ્તર પર છે. સાથે જ મોંઘવારીનો દર 7.35 ટકા પર છે. પરંતુ હવે કરોના વાયરસ સંક્રમણ અને તેના કારણે આવેલ વૈશ્વિક મંદીનો માર ભારતીય અર્થવ્યવસ્થા પર પણ પડવાની શક્યતા નજર આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે