અર્થવ્યવસ્થાને લાગ્યો ઝટકો, GDP પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે
કૃષિ અને વિનિર્માણ ક્ષેત્રમાં નબળા પ્રદર્શનના પગલે ચાલુ નાણાકીય વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિકમાં દેશનો આર્થિક વૃદ્ધિ દર ધીમો પડીને પાંચ વર્ષના ન્યૂનતમ સ્તરે 5.8 ટકા પર પહોંચી ગયો છે.
Trending Photos
નવી દિલ્હી: કૃષિ અને વિનિર્માણ ક્ષેત્રમાં નબળા પ્રદર્શનના પગલે ચાલુ નાણાકીય વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિકમાં દેશનો આર્થિક વૃદ્ધિ દર ધીમો પડીને પાંચ વર્ષના ન્યૂનતમ સ્તરે 5.8 ટકા પર પહોંચી ગયો છે. આ અગાઉ નાણાકીય વર્ષ 2017-18ના ચોથા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા હતો.
CSOએ આ સાથે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન જીડીપી વૃદ્ધિ દર ઘટીને 6.8 ટકા રહ્યો છે. જીડીપી વૃદ્ધિનો આ દર 2014-15 બાદ સૌથી ધીમો છે. આ અગાઉ નાણાકીય વર્ષ 2013-14માં જીડીપી વૃદ્ધિ દરની ગતિ 6.4 ટકા રહ્યો હતો. ચોથા ત્રિમાસિકમાં જીડીપીનો વૃદ્ધિ દર ચીનની આર્થિક વૃદ્ધિની ગતિ 6.4 ટકાથી ઓછો રહ્યો.
જુઓ LIVE TV
શું કહેવું છે સરકારનું?
આર્થિક મામલાના સચિવ એસ.સી.ગર્ગે કહ્યું કે વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિમાં સુસ્તી એનબીએફસી ક્ષેત્રમાં દબાણ જેવા અસ્થાયી કારણોના લીધે આવી. ગર્ગે કહ્યું કે "ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં પણ વૃદ્ધિ દર ધીમો રહી શકે છે, અર્થવ્યવસ્થામાં બીજા ત્રિમાસિક બાદથી ગતિવિધિઓમાં તેજી આવશે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે