વર્લ્ડ કપ 2019: મજબૂત ન્યૂઝીલેન્ડ આજે શ્રીલંકા સામે કરશે પોતાના અભિયાનની શરૂઆત
વિશ્વકપ 2019ના ત્રીજા મેચમાં ન્યૂઝીલેન્ડના મુશ્કેલ પડકારનો સામનો કરશે શ્રીલંકા.
Trending Photos
કાર્ડિફઃ આઈસીસી વિશ્વકપનો માહોલ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. આ સમયે તમામ ટીમોના પ્રથમ મુકાબલાનો રાઉન્ડ ચાલી રહ્યો છે. યજમાન ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝે પોતાની પ્રથમ મેચ જીતી લીધી છે. તો દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાને પોતાની પ્રથમ મેચમાં મોટા અંતરથી પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ કડીમાં ટૂર્નામેન્ટની ત્રીજી મેચ શનિવારે સોફિયા ગાર્ડન્સ મેદાન પર ન્યૂઝીલેન્ડનો સામનો શ્રીલંકા સામે થશે. આ મેચમાં ન્યૂઝીલેન્ડને મજબૂત માનવામાં આવી રહ્યું છે.
કેમ હાવી છે ન્યૂઝીલેન્ડ
2015ના ફાઇનલમાં સ્થાન મેળવનાર ન્યૂઝીલેન્ડ તે ટીમોમાંથી છે જેને સેમીફાઇનલની દાવેદાર માનવામાં આવી રહી છે. તો હાલના સમયમાં શ્રીલંકાનું પ્રદર્શન સારૂ રહ્યું નથી અને લગભગ પ્રથમ વિશ્વકપ હશે જેમાં તે નબળી ટીમનો ટેગ લઈને ક્રિકેટના મહાકુંભમાં આવી છે. તેવામાં કીવી ટીમનું પલડું આ મેચમાં ભારે માનવામાં આવી રહ્યું છે. ન્યૂઝીલેન્ડે પોતાના પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ભારતને પરાજય આપ્યો હતો. તે મેચમાં તેના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી તો સાથે બેટ્સમેનોએ પણ કમાલનું પ્રદર્શન કર્યું હતું.
બીજી પ્રેક્ટિસ મેચમાં ખુલી હતી કીવીની પોલ
બીજા પ્રેક્ટિસ મેચમાં વેસ્ટઈન્ડિઝના બેટ્સમેનોએ કીવીના બોલરો પર આક્રમણ કર્યું હતું. વિન્ડીઝે 400થી વધુ રન ફટકારી દીધી હતી. પરંતુ તેના બેટ્સમેનોએ સારૂ પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને કેપ્ટન કેન વિલિયમ્સન અને ટોમ બ્લંડલ શાનદાર ફોર્મમાં છે.
શ્રીલંકાની છે પોતાની નબળાઈઓ
શ્રીલંકાની ટીમમાં વેસ્ટ ઈન્ડિઝની જેમ પાવર હિટર્સ નથી અને તે ન્યૂઝીલેન્ડ માટે રાહતની વાત છે. જો શ્રીલંકાની બેટિંગને જોવામાં આવે તો તેની પાસે કોઈ મજબૂત બેટિંગ લાઇનઅપ નજર આવતી નથી. ટીમના કેપ્ટન દિમુથ કરૂણારત્નેને ચાર વર્ષ બાદ ટીમનો કેપ્ટન બનાવીને ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યો છે. કરૂણારત્નેને જ્યારથી ટીમની કમાન સોંપવામાં આવી હતી ત્યારથી તેણે ચાર વર્ષ પહેલા પોતાની અંતિમ વનડે મેચ રમી હતી. ત્યારબાદ સ્કોટલેન્ડ વિરુદ્ધ મેમાં તેણે ઈંગ્લેન્ડની જર્સી પહેરી હતી.
શ્રીલંકા માટે બેટિંગ મોટો પડકાર
કરૂણારત્ને આગેવાનીની સાથે બેટિંગનો ભાર સંભાળી શકે છે કે નહીં તે તો વિશ્વકપ બાદ જાણી શકાશે. બેટિંગમાં ટીમની પાસે એન્જેલો મેથ્યુસ જેવો અનુભવી બેટ્સમેન છે પરંતુ ઈજાને કારણે ટીમની અંદર-બહાર થવાને કારણે તે ફોર્મમાં નથી. બેટિંગમાં લાહિરૂ થિરિમાને, કુશલ મેન્ડિસ, અવિશ્કા ફર્નાડો, ધનંજય ડી સિલ્વા જેવા અન્ય નામ છે. કીવી ટીમના સ્વિંગ સામે ટકી રહેવું આ બધા માટે મુશ્કેલી હશે. બોટિંગમાં લસિથ મલિંગા છે પરંતુ ઉંમરની સાથે તેણે પોતાની બોલિંગની ધાર ગુમાવી દીધી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની તેની સિઝન સારી રહી હતી પરંતુ તે ટી20 અને આ વનડે ટૂર્નામેન્ટ છે.
શ્રીલંકા કરતા ન્યૂઝીલેન્ડ મજબૂત
શ્રીલંકાની તુલનામાં કીવી ટીમ દરેક ક્ષેત્રમાં આગળ છે. બેટિંગની મુખ્ય કમાન કેપ્ટન વિલિયમ્સન પાસે છે. તેનો સાથ આપવા માટે માર્ટિન ગુપ્ટિલ, ટોમ લાથમ, કોલિન મુનરો, હેનરી નિકોલ્સ અને રોસ ટેલર છે. આ બધા મોટી ઈનિંગ રમવાની ક્ષમતા ધરાવે છે. બોટિંગમાં ટ્રેન્ટ બોલ્ટના રૂપમાં મુખ્ય હથિયાર છે. તેનો સાથ આપવા માટે ટીમ સાઉદી અને સ્પિન વિભાગમાં સેન્ટનર અને ઈશ સોઢી છે. આ સાથે જિમી નીશામ અને કોલિન ડી ગ્રાન્ડહોમ જેવા ઓલરાઉન્ડરો પણ છે.
શ્રીલંકાની ટીમ
દિમુથ કરુણારત્ને (કેપ્ટન), લશિત મલિંગા, એંજેલો મૈથ્યૂઝ, તિસારા પરેરા, કુસલ પરેરા, ધનંજય ડિસિલ્વા, કુસલ મેંડિસ, ઇસુરૂ ઉદાના, મિલિંદા સિરિવર્ધને, અવિષ્કા ફર્નાંડો, જીવન મેંડિસ, લાહિરુ થિરિમત્રે, જૈકી વેંડરસે, નુવાન પ્રદીપ અને સુરંગા લકમલ
ન્યૂઝીલેન્ડ ટીમઃ
કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, રોસ ટેલર, ટોમ લાથમ, કોલિન મુનરો, ટોમ બ્લંડેલ, જિમી નીશમ, કાલિન ડી ગ્રેંડહોમ, મિશેલ સેંટનેર, ઇશ સોઢી, ટિમ સાઉદી, મેટ હેનરી, મેટ હેનરી, લોકી ફર્ગ્યૂસન, ટ્રેંટ બાઉલ્ટ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે