લો બોલો! આ ફૂડ ઓફિસરે પોતાના મોંઘાદાટ મોબાઈલ માટે લાખો લીટર પાણી વેડફી નાખ્યું

એકબાજુ જ્યાં ભીષણ ગરમીમાં અનેક ઠેકાણે લોકો પાણી માટે વલખા મારતા જોવા મળે છે ત્યાં છત્તીસગઢમાં આ ફૂડ ઓફિસરનો મોબાઈલ ડેમમાં પડી જતા તે મેળવવા માટે લાખો લીટર પાણી વેડફી નાખ્યું. 

લો બોલો! આ ફૂડ ઓફિસરે પોતાના મોંઘાદાટ મોબાઈલ માટે લાખો લીટર પાણી વેડફી નાખ્યું

છત્તીસગઢના પંખાજૂરમાં એક ફૂડ ઈન્સ્પેક્ટરે પાણીમાં પડેલો પોતાનો મોંઘોદાટ મોબાઈલ કાઢવા માટે બંધનું લાખો લીટર પાણી વેડફી નાખ્યું. એક ફોન માટે થઈને વેડફવામાં આવેલા આ પાણીથી દોઢ હજાર એકર ખેતરની સિંચાઈ થઈ શકે તેમ હતી. જો કે ઓફિસરનો આ ફોન મળ્યો તો ખરો પરંતુ ખરાબ થઈ ગયેલી અવસ્થામાં મળ્યો. આ મામલે છત્તીસગઢના ખાદ્ય મંત્રી અમરજીત ભગતે કહ્યું કે આ મામલાની હાલ જાણકારી મળી છે. જેને ગંભીરતાથી લેવામાં આવશે. જે પણ તથ્ય સામે આવશે આગળ કાર્યવાહી કરાશે. 

શું છે મામલો? 
વાત જાણે એમ છે કે કોયલીબેડા બ્લકના એક ફૂડ ઓફિસર રવિવારે રજા માણવા માટે ખેરકટ્ટા પરલકોટ જળાશય પહોંચ્યા હતા. જ્યાં ઓફિસર સાહેબનો મોંઘોદાટ મોબાઈલ ફોન ખેરકટ્ટા પરલકોટ જલાશયના ઓવરપુલ પર 15 ફૂટ સુધી ભરલા જળાશયમાં પડી ગયો. અધિકારીએ મોબાઈલને શોધવા માટે પહેલા તો પાસેના ગામવાળાને કામે લગાડ્યા. સારા સારા ગોતાખોરો ઉતાર્યા પરંતુ નિષ્ફળતા મળી. ત્યારબાદ ફોનને કાઢવા માટે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ. ત્યારબાદ 30 એચપીનો પંપ લગાવીને જળાશયનું પાણી બહાર કાઢવામાં આવ્યું. પાણી કાઢવા માટે છેલ્લા ત્રણ દિવસથી સતત પંપ ચાલતો રહ્યો. 

જો કે જળાશયથી સતત પાણી કાઢવાની વાત જ્યારે ઊપર સુધી પહોંચી તો સિંચાઈ વિભાગના અધિકારીઓ ત્યાં દોડ્યા. પંપ બંધ કરાવવામાં આવ્યો. ત્યારબાદ ફરીથી શોધવામાં આવતા મોબાઈલ ફોન તો મળી ગયો પરંતુ આ ફોન ખરાબ થઈ ગયો હતો. એક અંદાજા મુજબ ગત સોમવારથી ગુરુવાર સુધી સતત 24 કલા સુધી ચાલેલા 30 હોર્સ પાવરના બે ડીઝલ પંપથી લગભગ 21 લાખ લીટર પાણી વ્યર્થ વેડફી દેવાયું. આટલું બધુ પાણી દોઢ હજાર જમીનને સિંચવા માટે પૂરતું થઈ રહેત. 

ફૂડ ઈન્સ્પેક્ટરે શું કહ્યું?
બીજી બાજુ ફૂડ ઈન્સ્પેક્ટરે આ સમગ્ર મામલે સફાઈ આપતા કહ્યું કે મે એવું પાણી કાઢ્યું હતું જે વાપરવા લાયક નહતુ અને કાઢીને નહેરમાં જ નાખ્યું હતું. મે કોઈ ખોટું કામ કર્યું નથી. અધિકાર ક્ષેત્રથી બહાર જઈને કોઈ પણ કામ કર્યું નથી. 

થઈ કાર્યવાહી
ડેમમાં મોબાઈલ પડ્યા બાદ પાણી ખાલી કરાવવાનો જે મામલો સામે આવ્યો ત્યારબાદ હવે સરકાર પણ આકરા પાણીએ જોવા મળી રહી છે. સરકારે ફૂડ ઈન્સ્પેક્ટર રાજેશ વિશ્વાસને સસ્પેન્ડ કર્યા છે. પરલકોટ જળાશયમાં મોબાઈલ માટે 21 લીટર લાખ લીટર પાણી વેડફવામાં આવ્યું. આ મામલે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે ફૂડ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. 

પૂર્વ સીએમ અને સીએમ વચ્ચે ટ્વીટર વોર છેડાઈ
આ સમગ્ર મામલે રાજ્યના પૂર્વ સીએમ રમણ સિંહ અને સીએમ ભૂપેશ બઘેલ વચ્ચે ટ્વિટર વોર પણ છેડાઈ ગઈ. ડો. રમણ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે દાઉ ભૂપેશ બઘેલની તાનાશાહીમાં અધિકારી પ્રદેશને કૌટુંબિક  જાગીર સમજી બેઠા છે. આજે ભીષણ ગરમીમાં લોકો ટેન્કરોના ભરોસે છે, પીવાના પાણીની વ્યવસ્થા નથી. જ્યારે અધિકારી પોતાના મોબાઈલ માટે લગભગ 21 લાખ લીટર પાણી વહાવી રહ્યા છે. આટલામાં તો દોઢ હજાર એકર ખેતીની સિંચાઈ થઈ શકે તેમ હતી. 

જેના જવાબમાં સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે 2 વાત છે ડોક્ટર સાહેબ...પહેલી એ કે પોતાના પદનો દુરઉપયોગ કરવાનો હક નવા છત્તીસગઢમાં કોઈને નથી. જે અધિકારીએ આ કૃત્ય કર્યું છે તેને સસ્પેન્ડ કરી દેવાયો છે. તે સમય ગયો જ્યારે લોકો સત્તામાં બેસીને ફેક રાશન કાર્ડ બનાવતા હતા અને પોતાના પુત્રનું પનામામાં ખાતું ખોલાવતા હતા. બીજી વાત એ કે આજે અમે મિતાન યોજનામાં રાશન કાર્ડને જોડ્યું છે. હવે 14545 પર ફોન કરીને મિતાનને ઘરે બોલાવો અને ઘરે બેઠા રાશન કાર્ડ બનાવડાવો. આ બહુ સારી શરૂઆત છે. તેને તમે આગળ 3 લોકોને જણાવો અને તમને કહો કે તે પણ આગળ 3 લોકોને જણાવે. જય છત્તીસગઢ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news