સુશાંત કેસમાં હવે રિયાની ડિટેલ્સ મેળવવા માટે ED કરશે 'FIU'નો ઉપયોગ!, ખાસ જાણો 

ED હવે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)  અને રિયા ચક્રવર્તીના વિદેશ પ્રવાસની તપાસ કરશે. ઈડી આ તપાસમાં આર્થિક તપાસ શાખા (FIU)ની મદદ લેશે. ઈડીએ એ જાણકારી મેળવવાની કોશિશ કરશે કે 25 દિવસના યુરોપ પ્રવાસ દરમિયાન શું કોઈ મોટી આર્થિક લેવડદેવડ થઈ હતી? FIUની મદદથી સુશાંત અને રિયાના 25 દિવસના પ્રવાસની ઘણી જાણકારી મળવાની આશા છે. 
સુશાંત કેસમાં હવે રિયાની ડિટેલ્સ મેળવવા માટે ED કરશે 'FIU'નો ઉપયોગ!, ખાસ જાણો 

નવી દિલ્હી: ED હવે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)  અને રિયા ચક્રવર્તીના વિદેશ પ્રવાસની તપાસ કરશે. ઈડી આ તપાસમાં આર્થિક તપાસ શાખા (FIU)ની મદદ લેશે. ઈડીએ એ જાણકારી મેળવવાની કોશિશ કરશે કે 25 દિવસના યુરોપ પ્રવાસ દરમિયાન શું કોઈ મોટી આર્થિક લેવડદેવડ થઈ હતી? FIUની મદદથી સુશાંત અને રિયાના 25 દિવસના પ્રવાસની ઘણી જાણકારી મળવાની આશા છે. 

ઈડી સુશાંત સિંહ રાજપૂત કેસમાં મની લોન્ડરિંગને લઈને કઈ ખાસ માહિતી મેળવી શકી નથી. સુશાંતની ગર્લફ્રેન્ડ અને કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીના એકાઉન્ટ્સથી પણ કોઈ ખાસ જાણકારી ઈડીને મળી શકી નથી. જો કે ઈડીને એ જરૂર ખબર પડી  કે સુશાંત અને રિયા એક સાથે વિદેશ પ્રવાસે ગયા હતાં. ત્યારબાદ FIUની મદદથી ઈડી તે પ્રવાસ દરમિયાન થયેલી આર્થિક લેવડદેવડની વિગતો મેળવવાની તૈયારીમાં છે. 

Sushant Singh Rajput's building watchman flees when questioned ...

શું છે FIU
ફાઈનાન્શિયલ ઈન્વેસ્ટિગેશન યુનિટ એટલે કે FIU કોઈ પણ દેશની એક એવી સંસ્થા છે જેની પાસે આર્થિક લેવડ દેવડની તમામ જાણકારી હોય છે. ક્રેડિટ કાર્ડ હોય, બેન્ક ટ્રાન્ઝેક્શન હોય કે પછી કોઈ પણ પ્રકારનું રોકાણ, FIU પાસે દરેક જાણકારી હોય છે. FIU ઈન્ડિયા ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ, ઓસ્ટ્રિયા અને ઈટાલીને એગમોન્ટ લેટર મોકલીને સુશાંત અને રિયાના વિદેશ પ્રવાસ દરમિયાન થયેલી આર્થિક લેવડદેવડની જાણકારી માંગવાની તૈયારીમાં છે. ઈડી વિદેશ સંબંધોના સહારે FIU માધ્યમથી કેસના મૂળિયા સુધી પહોંચવાની કોશિશ કરશે. 

સુશાંતના એક્સ ફ્લેટમેટે કરેલા ચોંકાવનારા ખુલાસામાં સૈફની લાડલીનું નામ આવ્યું સામે, આ કારણે કર્યું બ્રેકઅપ!

FIU ઈન્ડિયાને ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ, ઓસ્ટ્રિયા અને ઈટાલીના FIU પાસેથી ઘણી માહિતી મળી શકે છે પરંતુ આ જાણકારીઓનો ઉપયોગ ઈડી કોર્ટમાં કાયદાકીય રીતે કરી શકે નહીં. કોઈ પણ દેશની FIU આ  જાણકારીઓને મેળવવા માટે લોકલ પોલીસથી લઈને ગુપ્તચર શાખાઓનો ઉપયોગ કરે છે. 

Sushant Singh Rajput death: Mumbai Police to probe Rhea ...

મળતી માહિતી મુજબ FIU ઈન્ડિયાનો એગમોન્ટ જતા જ સંબંધિત દેશની FIU જાણકારી મેળવવાનું શરૂ કરી દેશે. FIUની સૂચનાઓના આધારે ઈડી તપાસને આગળ વધારશે. તપાસમાં ફેક્ટ્સ મળ્યા બાદ સંબંધિત દેશને Legal request letter મોકલવામાં આવશે. ત્યારબાદ લેટરોગેટરી દ્વારા જે જાણકારી મળશે તેનો ઉપયોગ ઈડી કોર્ટમાં કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news