આગામી એક કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં છે અતિ ભારે વરસાદની ચેતવણી

કડાકા ભડાકા સાથે અમદાવાદ-ગાંધીનગરમાં તૂટી પડ્યો વરસાદ...

આગામી એક કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં છે અતિ ભારે વરસાદની ચેતવણી

ઝી મીડિયા/બ્યૂરો :સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઈ વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે શુક્રવારે સવારથી જ સમગ્ર અમદાવાદ (ahmedabad rains) માં વરસાદી માહોલ બન્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો છે. જેને કારણે ઓફિસ જવા નીકળેલા લોકો અટવાયા છે. તો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના શાહીબાગ, દૂધેશ્વર, મણિનગર, ઉસમાનપુરા, વાડજ, રાણીપ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ (heavy rain) નોંધાયો છે. તો સાબરમતી, ચાંદખેડા તરફ પણ પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદના આરીટઓ, સુભાષ બ્રિજ પર પણ વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ, ગોતા, ચાંદલોડિયા, સોલા, જગતપુર તરફ વીજળીના ભારે કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે. તો બીજી તરફ, આગામી એક કલાક દરમિયાન ગાંધીનગર, અમદાવાદ અને પાટણમાં અતિ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. 

‘CM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા...’ પાટીલની રાજકોટમાં સીધી વાત

આ ઉપરાંત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ સવારથી ધમાકેદાર વરસાદનો પ્રારંભ થયો છે. ભાદરવો મહિનો શરૂ થતાં જ ભારે વરસાદ પડતાં પાટનગર ગામના માર્ગો પર પાણી ભરાયા છે. સરકારી કચેરીઓ તરફ જતા કર્મચારીઓને વરસાદને કારણે હેરાનગતિ થઈ હતી. રાજ્યના પાટનગરમાં લાંબા સમય પછી સારો કહી શકાય તેવો વરસાદ વરસ્યો છે, તેથી લોકો પણ ખુશખુશાલ છે. ગાંધીનગરમાં અડાલજ કોબા સર્કલ પાસે વીજળીના કડાકા ધડાકા સાથે જોરદાર વરસાદ ખાબક્યો છે. સમગ્ર અમદાવાદમા હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. અમદાવાદના એસજી હાઇવે પર એક રસ થઈ વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ, ભારે વરસાદને પગલે ઉસમાનપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ચોર્યાસી વિસ્તારમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો નવસારીના ચીખલી અને ગણદેવીમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વલસાડ શહેરમાં પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના નવસારી શહેર, ખેરગામ અને જલાલપુરમાં 4.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના તલોદમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પાટણના પાટણ શહેર વલસાડના ઉમરગામ અને વાપીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.  

માત્ર 500 રૂપિયા ખર્ચીને 10 હજાર બચાવતા ગુજરાતના આ ખેડૂતની વાહવાહી થવા લાગી

  • રાજ્યના 8 તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો
  • રાજ્યના 17 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો
  • રાજ્યના 22 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ 
  • રાજ્યના 49 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો

તો રાજ્યમાં સવારે ૮ વાગ્યા સુધીમાં આજે 41 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના પલસાણામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો કચ્છ જિલ્લાના અંજારમાં સવારથી આઠ વાગ્યા સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નવસારીના જલાલપુર કચ્છના ગાંધીધામ અને નવસારી શહેરમાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. 

ગુજરાતના અન્ય મહત્વના સમાચાર....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news