UP: કોંગ્રેસે 125 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, ઉન્નાવ ગેંગરેપ પીડિતાની માતાને ટિકિટ

યુપી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પહેલી સૂચિ બહાર પાડી દીધી છે. પાર્ટી મહાસચિવ અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના મુખ્ય ઉમેદવારોની જાણકારી આપી. 

UP: કોંગ્રેસે 125 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, ઉન્નાવ ગેંગરેપ પીડિતાની માતાને ટિકિટ

લખનૌ: યુપી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પહેલી સૂચિ બહાર પાડી દીધી છે. પાર્ટી મહાસચિવ અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના મુખ્ય ઉમેદવારોની જાણકારી આપી. 

ઉન્નાવ ગેંગરેપ પીડિતાની માતાને ટિકિટ
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમારી સૂચિમાં જે મહિલાઓ છે તેમાંથી કેટલાક પત્રકાર છે, કેટલાક સંઘર્ષશીલ મહિલાઓ છે, સામાજિક કાર્યકરો છે, એવી પણ મહિલાઓ છે જેમણે ખુબ જ અત્યાચાર ઝેલ્યા છે. આથી અમે અમારા વચન મુજબ મહિલાઓને ટિકિટ આપી છે. અમારી પાર્ટી તરફથી ઉન્નાવના ઉમેદવાર, ઉન્નાવ ગેંગરેપ પીડિતાના માતા છે. અમે એમને તક આપી છે જેથી કરીને તેઓ પોતાનો સંઘર્ષ ચાલુ રાખી શકે. જે સત્તા દ્વારા તેમની દીકરી સાથે અત્યાચાર થયો, તેમના પરિવારને બરબાદ કરી નાખવામાં આવ્યો તે સત્તા હવે તેઓ મેળવે.

— UP Congress (@INCUttarPradesh) January 13, 2022

મહિલા ઉમેદવારોને દરેક પ્રકારની મદદ કરશે પાર્ટી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમે સોનભદ્ર નરસંહારના પીડિતોમાંથી એક રામરાજ ગૌંડને પણ ટિકિટ આપી છે. આ જ પ્રકારે આશા બહેનોએ પણ કોરોનામાં ખુબ સારું કામ કર્યું છે પરંતુ તેમને મારવામાં આવ્યા. તેમાંથી એક પૂનમ પાંડેને પણ અમે ટિકિટ આપી છે. જ્યારે સદફ ઝાફરે સીએએ-એનઆરસી સમયે ખુબ સંઘર્ષ કર્યો હતો. સરકારે તેમનો ફોટો પોસ્ટરમાં છપાવીને તેમને હેરાન કર્યા. મારો સંદેશ છે કે જો અત્યાચાર થયો તો તમે તમારા હક માટે લડો. કોંગ્રેસ એવી મહિલાઓ સાથે છે જે મહિલાઓ પહેલીવાર ચૂંટણી લડી રહી છે, તેઓ સંઘર્ષશીલ અને હિંમતવાળી મહિલાઓ છે, કોંગ્રેસ પાર્ટી તેમનો પૂરેપૂરો સહયોગ કરશે. 

— UP Congress (@INCUttarPradesh) January 13, 2022

નોઈડાથી પંખુડી પાઠકને તક
આ જ કડીમાં કોંગ્રેસ પાર્ટીએ નોઈડાથી પંખુડી પાઠકને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે એટાથી ગુંજન મિશ્રા કોંગ્રેસના ઉમેદવાર છે. એ જ પ્રકારે કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના પત્ની લુઈસને ફર્રુખાબાદથી ટિકિટ અપાઈ છે. 

નેગેટિવ કેમ્પેઈન નહીં કરીએ
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમારું લક્ષ્ય એ પણ છે કે અમારી ભૂમિકા વધે. અમારી પાર્ટી મજબૂત બને. અમે નક્કી કર્યું છે કે અમે નકારાત્મક કેમ્પેઈન નહીં કરીએ. અમે સકારાત્મક મુદ્દાઓ પર ચૂંટણી લડીશું. મહિલાઓ, દલિતો, યુવાઓના મુદ્દા પર ચૂંટણી લડીશું જેથી કરીને પ્રદેશ આગળ વધે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news